________________
૧૩૨
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
કરવામાં કોઈ પાપ નથી એવો બોધ આપનાર આવા એક પંથપ્રવર્તકના પાંચ હજારથી વધુ અનુયાયીઓ અત્યારે છે. આવા પંથો એક બે વરસ નહિ, બેપાંચ દાયકા સુધી ચાલતા હોય છે. સવાલ એ છે કે આટલા બધા માણસો એની પાછળ કેમ ખેંચાતા હશે? અને આત્મસમર્પણ કરવા કેમ તૈયાર થઈ જતા હશે? આ ઘણો સંકુલ પ્રશ્ન છે. આ વિષય આપણી ધારણા કરતાં વધુ ગહન છે.
જીવન અકળ છે. માણસ પોતાની વર્તમાન સ્થિતિથી કાં તો અસંતુષ્ટ છે અથવા વર્તમાન એકધારા નીરસ જીવનમાં એને કોઈ રસ રહ્યો નથી. કંઈક ચડિયાતા સુખનું સ્વપ્ન એના હૃદયને હલાવી નાખે છે અને એના ચિત્તનો કબજો લઈ લે છે. આવા માણસોના જીવનમાં સંસાર માટે નર્યો નિર્વેદ ભરેલો હોય છે અને જીવનનો અંત આણવામાં કંઈક છૂટકારા જેવું તેમને લાગે છે. કેલિફોર્નિયાની ઘટનામાં જીવનનો અંત આણનાર કેટલાકે પોતાની વિદાય વેળાની વિડિયો ફિલ્મ ઉતરાવી છે અને એમાં તેઓએ આવા ઉદગારો કાઢ્યા છે.
સ્વેચ્છાએ આનંદપૂર્વક, સમજણ સાથે ઉલ્લાસથી પોતાના જીવનનું વિસર્જન કરવાની ઘટના જુદા જ પ્રકારની છે. એમાં પણ એ સામૂહિક હોયતો વળી તેઓને માટે સવિશેષ આનંદદાયક બને છે. આવો સામૂહિક આત્મઘાત બૌદ્ધિક પ્રકારનો પણ હોઈ શકે છે અને ધાર્મિક કે આધ્યાત્મિક પ્રકારનો પણ હોઈ શકે છે. કેટલીક વાર તે અંધશ્રદ્ધાયુક્ત હોય છે.
ભૂતકાળમાં રહસ્યવાદી ગુપ્ત, ગૂઢ ઘર્મપંથોમાં સામૂહિક આત્મહત્યાની આવી ઘટનાઓ કેનેડા, સ્વિટ્ઝરલેન્ડ, દક્ષિણ કોરિયા વગેરે દેશોમાં પણ બની છે. ગયા સૈકામાં ભારતમાં જ્યોતિષીઓએ અને કેટલાક ધર્મગુરુઓએ એવી જોરદાર વાત પ્રસરાવી હતી કે અમુક દિવસે પૃથ્વીનો પ્રલય થવાનો છે. એ દિવસે પોતે મૃત્યુ પામવાના છે એમ માની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org