________________
સામૂહિક આત્મઘાત
૧૩૩
કેટલાયે અંધશ્રદ્ધાળુ લોકોએ એ માટે પૂરી તૈયારી કરી લીધી હતી. કેટલાંક વર્ષ પહેલાં અષ્ટગ્રહયુતિ વખતે પણ આવી અંધશ્રદ્ધા પ્રસરી હતી, પણ કશું થયું નહોતું.
સામુદાયિક આપઘાત માત્ર ઘર્મના ક્ષેત્રે જ થાય છે એવું નથી. સામાજિક અને અન્ય ક્ષેત્રમાં પણ એવી ઘટનાઓ બને છે. અલબત્ત, એમાં સંખ્યા ઘણી ઓછી હોય છે.
પોતાના જીવનનો અંત લાવવો એ મુખ્યત્વે પોતાની અંગત બાબત છે. સામાન્ય રીતે આપઘાત કરનારા પોતાની વાતને ગુપ્ત રાખે છે. પણ કેટલાક એવા સંજોગોમાં માણસ પોતાના જેવા બીજા દુ:ખી માણસને પણ આપઘાત કરવા પ્રેરે છે. પ્રેમમાં નિષ્ફળ નીવડેલાં યુવક્યુવતી સાથે આપઘાત કરવાનો વિચાર સેવે છે. સમાન આપત્તિ કે બીજી કોઈ સમાન દુઃખની સ્થિતિ હોય ત્યારે એક કરતાં વધારે વ્યક્તિ સાથે આપઘાત કરવાનો નિર્ણય કરે છે.
મૃત્યુને ભેટવા માટેનો ભાવ ક્યારેક એકાધિક વ્યક્તિને એક સાથે હુરે અને ક્યારેક એકને સ્વરેલો વિચાર બીજી વ્યક્તિ સહજ રીતે સ્વયમેવ ઝીલી લે એમ પણ બને અથવા બીજાને પણ તેમ કરવા પ્રેરણા કે દબાણ કરાય. જ્યારે એક કરતાં વધારે વ્યક્તિ મૃત્યુને એક જ સમયે ભેટવા માટે પ્રયાસ કરે ત્યારે એવું નથી કે તે વખતે બધા સાથે જ મૃત્યુ પામે. કોઈ વખત એવા સમુદાયમાંથી એક કે વધુ વ્યક્તિ જીવતી રહી જાય છે અને પછી એમને જીવવું ગમે છે. આપઘાત માટેનાં પહેલાંનાં કારણો હોવા છતાં તેઓ આપઘાત કરવાનું માંડી વાળે છે.
પ્રેમમાં પડેલા યુવકયુવતી ઝેર પી ને, બળી મરીને, પાણીમાં પડતું મૂકીને કે અન્ય કોઈ રીતે સાથે આપઘાત વા કોશિષ કરે, પરંતુ તેમાંથી એક બચી જાય કે તેને બચાવવામાં આવે, તો યાર પછી તે વ્યક્તિ બીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org