________________
૧૩૪
સાંપ્રત સહચિંતન -- ભાગ૯
વાર આપઘાત માટે કોશિષ કરે જ એવું નથી. બચી ગયેલ યુવક કે યુવતીએ ત્યાર પછી કેટલાક સમયે બીજા કોઈ પાત્ર સાથે લગ્ન કરી લીધાં હોય એવી ઘટના પણ બને છે. “સારું થયું કે મારું મૃત્યુ ન થયું' એવો ભાવ પણ પછીથી એના મનમાં રમી જાય છે.
વ્યક્તિગત દુઃખન હોય પણ પોતાને અન્યાય થાય છે અથવા પોતાની જાતિ, ધર્મ, વર્ણ, ભાષા ઈત્યાદિને અન્યાય થાય છે, માટે એ અન્યાયના પ્રતિકારરૂપે સામૂહિક આત્મઘાતની ધમકી ઘણીવાર આપવા ખાતર અપાય છે. કેટલીક વાર પોતાને ન્યાય ન મળતાં ધમકી પ્રમાણે સામૂહિક આત્મઘાત થાય છે. અન્યાય કરનાર દરેક વખતે કોઈ એક જ વ્યક્તિ નથી હોતી; કોઈ સંસ્થા, રાજ્ય, સરકાર કે અમુક વર્ગના લોકો પણ હોય છે. ઘણીવાર તેવા અન્યાયો દૂર કરાવવા માટે પ્રયાસો થાય છે. જો અન્યાય દૂર થાય તો આત્મઘાત કરવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. ઘણીવાર સામૂહિક આત્મઘાતની ઘમકીથી તરત અન્યાય દૂર થાય છે, સમાધાનના પ્રયાસો થાય છે અને સાત્તિ સ્થપાય છે. સામૂહિક આત્મઘાતની ગંભીર ચેતવણી ત્યારે ત્વરિત કામ કરે છે.
કેટલીક વાર આવા અન્યાયના પ્રસંગે પોતાના શરીર પર ઘાસલેટ કે પેટ્રોલ છાંટી બળી મરવાના પ્રસંગો બને છે. શ્રીલંકામાં અને અન્ય કેટલાક દેશોમાં બૌદ્ધ ભિખ્ખઓએ આવી રીતે બેચારના સમૂહમાં બળી મરીને આત્મવિલોપન કર્યાના બનાવો બન્યા છે. ભારતમાં અને અન્યત્ર ધાર્મિક અન્યાયને કારણે આવી બળી મરવાની ઘટનાઓ હિંદુઓમાં, મુસલમાનોમાં કે અન્ય ધર્મના લોકોમાં પણ બની છે. કોઈક વાર ખોટી ધમકી પણ અપાય છે. કોઈક વાર રાજકારી પ્રશ્ન કે પગારવધારા જેવી સામાન્ય બાબતમાં પણ, સામા પક્ષે ચેતવણી ગંભીરપણો ન લીધી હોય ત્યારે આવી ઘટનાઓ બની છે. માણસો જ્યારે નાની કે મોટી વાતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org