________________
૫૦
સાંપ્રત સહચિંતન -- ભાગ૯ છે. નવી નવી શોધોની માહિતી પણ તેમાં હોય છે. અપંગોના વિષયમાં પાશ્ચાત્ય દેશો કરતાં એશિયા-આફ્રિકાના ઘણાખરા દેશો ઠીક ઠીક પછાત
છે.
અપંગ કે વિકલાંગ માણસોના મુખ્ય ત્રણ પ્રકાર છે. શારીરિક દષ્ટિએ અપંગ પણ માનસિક રીતે તદન તંદુરસ્ત, શારીરિક દષ્ટિએ તંદુરસ્ત પણ માનસિક દષ્ટિએ અપંગ તથા શારીરિક અને માનસિક ઉભય રીતે અપંગ.
જૈન ધર્મની દષ્ટિએ હલનચલન કરી શકતા ત્રસકાય પ્રકારના જીવોમાં બે ઇન્દ્રિય, ત્રિ-ઈન્દ્રિય અને ચૌરક્રિય પ્રકારના જીવોમાં એક અથવા વધુ ઇન્દ્રિયની ન્યૂનતા હોવાથી તેમને વિકલેન્દ્રિય જીવો કહેવામાં આવે છે. જન્મ મનુષ્યનો મળ્યો હોય છતાં પંચેન્દ્રિયની પરિપૂર્ણતા ન મળી હોય એવા માણસો પણ સંસારમાં જોવા મળે છે. અહીં આપણે શારીરિક દષ્ટિએ અપંગ વિશે વિચાર કરીશું, કારણ કે માનસિક રોગોનો વિષય જુદો અને વિશાળ છે.
અપંગ મનુષ્યોમાં કેટલાક જન્મથી અપંગ હોય છે. જન્મથી જ આંધળા, બહેરા, મૂંગા, બોબડા કે હાથપગની ખોડવાળા માણસો આપણને જોવા મળે છે. કેટલાક જન્મ વખતે તંદુરસ્ત હોય પણ પછી મોટા થતાં ક્યારેક પડી જવાથી, અપૂરતા પોષણથી, વૃદ્ધાવસ્થાથી, કોઈ રોગનો ભોગ બનવાથી અપંગ બની જાય છે. શીતળાના રોગ પછી કોઈકે આંખો ગુમાવી હોય છે, બાળલકવા કે લકવા થયા પછી માણસ પગની શક્તિ કે સાથે સાથે હાથની શક્તિ પણ ગુમાવી બેસે છે. ગેંગરિંગ થતાં માણસને પગ કપાવવો પડે છે. અપંગ માણસના શરીરમાં ખોડ કેટલી નાની કે મોટી છે, તેની હરવાફરવાની કે જોવા-બોલવાની શક્તિ કેટલી મર્યાદિત થઈ ગઈ છે તે અનુસાર એની ટકાવારી કાઢવામાં આવે છે.
પાંચપંદર ટકા અપંગપણાની સમસ્યા બહુ ગંભીર ગણાતી નથી, તો પણ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org