________________
અપંગો માટે
૫૧
-
-
-
-
- -
-
-
ઉંમર, જાતિ, સામાજિક અને આર્થિક સ્થિતિ વગેરે પ્રમાણે તેની વિચારણા થાય છે.
વર્તમાન સમયમાં રેલવે, બસ, મોટરકાર, વિમાન વગેરેના મોટા અકસ્માતો થાય છે અને માણસ જીવનભર અપંગ થઈ જાય છે. કોઈકની ભૂલને કારણે, કોઇકની બેદરકારીને લીધે, ક્યારેક યાંત્રિક ખામીને લીધે થતા અકસ્માતથી કેટલાક મૃત્યુ પામે છે, તો કેટલાકને અપંગ બનવાનો વારો આવે છે.
અપંગ થવાનું એક મોટું ક્ષેત્ર તે શસ્ત્રસંઘર્ષ છે. જ્યારે મોટાં યુદ્ધો થાય છે ત્યારે હજારો સૈનિકો મૃત્યુ પામે છે અને હજારો સેનિકો ઘાયલ થઈ બચી જાય છે. એવા બચી ગયેલા સૈનિકોમાં કેટલાયે જીવનભર અપંગ થઈ જાય છે. એક રીતે એમ કહી શકાય કે આમાં સરકારે પોતે કેટલાક માણસોને યુદ્ધ દ્વારા અપંગ બનાવ્યા છે. યુદ્ધ ભૂમિ ઉપર લડવા જતાં અપંગ બનવાનો વારો પણ કદાચ આવે એવી માનસિક તૈયારી સૈનિકોની પણ હોય છે અને અપંગ સૈનિકોના પુનર્વસનની વ્યવસ્થા પણ લશ્કરમાં હોય છે. પરંતુ યુદ્ધ વખતે બોમ્બમારાને કારણે કે ગોળીબારને કારણે જે નાગરિકોને અપંગ થવું પડે છે એમાં નાગરિકની અપંગ થવાની ઇચ્છા કે માનસિક તૈયારી હોતી નથી. કેટલાક તો અજાણતાં અચાનક આવી ઘટનાનો ભોગ થઈ પડે છે. એવા નાગરિકોની સમગ્ર જવાબદારી દરેક વખતે દરેક દેશની સરકાર લઈ શકતી નથી.
મોટા ભાગના અપંગ માણસો શરીરથી અપંગ હોય છે, પણ મનથી સ્વસ્થ અને તંદુરસ્ત હોય છે. એમના શરીરનું એકાદ અંગ કે એકાદ ઇન્દ્રિય કામ ન કરતી હોય તો પણ આવા ઘણા કિસ્સાઓમાં તેમની બીજી ઇન્દ્રિયોની શક્તિ વધતી જાય છે. અંધ મનુષ્યની શ્રવણશક્તિ કે બહેરા માણસની ધ્રાણેન્દ્રિય વધુ તીવ્ર બની હોય એવા દાખલા જોવા મળે છે. કેટલાક હાથનું કામ પગથી કરે છે અથવા પગનું કામ હાથથી કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org