________________
પર
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
બહેરા કે મૂંગા માણસને કે બે હાથે અપંગ હોય એવા માણસને ચિત્રકલામાં ચિત્રો દોરવામાં વધુ રસ પડે છે. કેટલાકની સંગીતમાં તો કેટલાકની શિલ્પ-સ્થાપત્યમાં શક્તિ ખીલે છે. વળી જો તેઓને સરખી કેળવણી કે સરખી તાલીમ આપવામાં આવે તો તેઓ ઘણા તેજસ્વી નીવડવાનો સંભવ છે. અંધ માણસો સારા ગવૈયા કે સારા વાજિંત્રકાર કે સંગીત નિર્દેશક બન્યાના ઘણાં ઉદાહરણો છે. કેટલાક તો પોતાની પ્રતિભાથી સારી રીતે ગોઠવાઈ જાય છે. કેટલાકને માટે તો જાણે કુદરતનો કટાક્ષ હોય એમ અપંગ બનવાને લીધે જ વધુ સારી રીતે જીવવા મળે છે. અપંગપણું એ જાણે કે છૂપા આશીર્વાદ ન હોય! અપંગ ન થયા હોત તો કદાચ સામાન્ય માનવી હોત અને પોતાની શકિત એટલીવિકસીન હોય.
ભક્ત સુરદાસ, પંડિત સુખલાલજી, હેલન કેલરકે એવા બીજા અપંગ માણસોએ જીવનમાં ઘણી મોટી સિદ્ધિ મેળવી બતાવી છે. વર્તમાન સમયમાં દેશ-વિદેશમાં વિભિન્ન ક્ષેત્રે ઘણી વ્યક્તિઓએ અપંગ હોવા છતાં પોતાના ક્ષેત્રમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. અંદરનું સત્ત્વ જો બળવાન હોય તો શારીરિક મર્યાદા જીવનવિકાસમાં બાધારૂપ બનતી નથી.
આફ્રિકામાં કેનિયાના એક શહેર પાસે એકમિત્ર એક અંધશાળા જોવા અમને લઈ ગયા હતા. અંધ વિદ્યાર્થીઓ મેદાનમાં પકડાપકડી રમી રહ્યા હતા. એમને રમતા જોઈને તથા બીજા કેટલાક વિદ્યાર્થીઓને ઝડપથી દાદરો ચડતા ઊતરતા જોઈને એમ લાગે નહિ કે આ બધા અંધ વિદ્યાર્થીઓ છે. પોતાના સ્થાનથી તેઓ રાત-દિવસ એટલા બધા પરિચિત થઈ ગયા હતા કે તેઓ ઝડપથી ગતિ કરી શક્તા હતા. એમની આંતરસૂઝ અને શક્તિ એવાં વિકસ્યાં હતાં.
કેટલાક સમય પહેલાં એક નેત્રયજ્ઞ માટે ડૉ. રમણીકલાલ દોશી સાથે પંચમહાલ જિબ્રાના એક ગામની શાળામાં જવાનું થયું હતું ત્યારે એ શાળાના એક અંધ શિક્ષક જે રીતે શાળામાં હરતા ફરતા હતા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org