________________
અપંગો માટે
-
૫૩
વિદ્યાર્થીઓને સૂચના આપતા હતા તે જોતાં એમ લાગે નહિ કે તેઓ અંધ હશે !
હવે તો વિદેશોમાં અંધ તેજસ્વી વ્યક્તિઓ માટે Dog Eye Seeingની વ્યવસ્થા કરાય છે. સરકાર પણ એમાં આર્થિક સહાય કરે છે. ત્યાં અંધ વ્યક્તિ માટે કૂતરાઓને વિશિષ્ટ પ્રકારની તાલીમ અપાય છે. એવી તાલીમ માટે કૂતરાઓની પણ ખાસ પદંસગી થાય છે. તાલીમ અપાયા પછી જે અંધ વ્યક્તિને એ કૂતરું સોંપાય તે પણ કૂતરાને જુદા જુદા ઈશારા શીખવાડે. આમ પોતાનું જોવાનું કામ કૂતરો કરે છે. રસ્તામાં જવું, રસ્તો ઓળંગવો, પગથિયાં આવતાં હોય, વગેરે ઘણી બાબત માટે હાથમાં દોરી રાખીને કૂતરાને લઈ જવામાં આવે. કૂતરાના ઈશારે માણસ ચાલે અને માણસના ઈશારા પ્રમાણે કૂતરો કામ કરે. આવા તાલીમબદ્ધ કૂતરાઓ અંધ મનુષ્ય માટે આશીર્વાદરૂપ બની જવા લાગ્યા છે.
દુનિયાના બધાં જ અપંગ માણસોને એકસરખી તકલીફ પડતી નથી. દેશ, સમાજ, સંજોગો, આર્થિક સ્થિતિ વગેરે પર ઘણો આધાર રહે છે. એક શ્રીમંત શ્રેષ્ઠી નાનપણથી બે પગે અપંગ છે. પરંતુ ઘરમાં એમને જોઈએ તે પ્રમાણે ખાસ કારીગરો દ્વારા બધી સગવડો કરાઈ છે. રોજ વ્હીલચેરમાં તેઓ બહાર જાય છે. નોકર ઊંચકીને એરકંડીશન્ડ ગાડીમાં બેસાડી દે છે, અને ઓફિસે પહોંચાડે છે. ઓફિસમાં બેસી તેઓ આખો દિવસ ટેલિફોન દ્વારા તથા સ્ટાફના સભ્યો દ્વારા પોતાનો વેપાર બરાબર ચલાવે છે. એમને પોતાની શારીરિક ખોડથી ખાસ કશું વેઠવું પડતું નથી.
બીજી બાજુ એક ગરીબ યુવાન બાળપણમાં બે પગે અપંગ થયો છે. ગામડામાં રહે છે. ઝૂપડાં જેવું ઘર છે. આજીવિકાનું કોઈ સાધન નથી. મોટા ભાઈઓ જેમ તેમ સાચવે છે. પોતાની શેરીમાં બેઠાં બેઠાં બે હાથે શરીર ઘસડતો જાય છે. ધૂળમાં શરીર રગદોળાય છે. ગામના લોકો તુચ્છકારથી બોલાવે છે. જેમ તેમ જિદગીના દિવસો પૂરા કરવા સિવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org