________________
પ૪
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ તેને માટે છૂટકો નથી. આવા કેટલાય નિરાધાર અપંગોનું આયુષ્ય પણ ટૂંકું થઈ જાય છે.
કેટલાક માણસોની ગણના વિકલાંગમાં ન થાય તો પણ તેઓને વિકલાંગ જેવી જ મુશ્કેલીઓ નડતી હોય છે. કદમાં ઠીંગણાં માણસોએ પોતાની કોઇ ઇન્દ્રિય કે હાથ કે પગ ગુમાવ્યા નથી હોતા, પરંતુ એમનું અતિશય નાનું કદ એમના જીવનવિકાસમાં મર્યાદારૂપ બની રહે છે. આવા વામન જેવા, હુંડક સંસ્થાનવાળા માણસો સમાજમાં ઉપહાસને પાત્ર બને છે. નાનાં છોકરાંઓ એમને ચીડવે છે. જ્યારે ધાંધલધમાલ પણ મચી જાય છે. તેઓને પોતાને લાયક જો સરખો વ્યવસાય મળી જાય તો એમનું કામ થઇ જાય છે. સરકસ કે ચલચિત્રોમાં એવા માણસોને કામ જલદી મળી જાય છે. બીજા અપંગો જેટલી હરવા ફરવાની મુશ્કેલી તેઓને પડતી નથી. તો પણ એવા લોકો અંગેની વિચારણા અપંગો વિશેની વિચારણમાં આવી જવી જોઈએ. જેમ ઠીંગણાં માણસો તેમ અતિશય બેહદ જાડા માણસોને પણ આવી તકલીફો પડે છે.
કેટલાંક વર્ષ પહેલાં એવી એક દવા શોધાઈ હતી કે જે લેવાથી સ્ત્રીઓને પ્રસૂતિની વેદના ન થાય. પછી સંશોધનો થતાં જણાયું કે એ દવાની આડ અસર એવી થતી કે ટૂંકા હાથ કે પગવાળાં બાળકો જન્મતાં. આવાં બાળકો મોટાં થાય ત્યારે બીજી બધી રીતે તંદુરસ્ત હોય. તેઓનો વ્યવહાર પણ બરાબર ચાલતો હોય પણ તેમના હાથ કે પગ કે બંને ટૂંકા હોય. આવી વ્યક્તિઓને બીજી કોઈ સહાયની જરૂર ન હોય, તેઓ પોતાની આજીવિકા મેળવી લેતી હોય છે. તો પણ સમાજમાં તેમને લગ્ન વગેરેની બાબતમાં કેટલીક મુશ્કેલી નડતી હોય છે. લઘુતાગ્રંથિ તેમનામાં આવી ગઈ હોય છે. ક્યારેક તે ઉપહાસને પાત્ર બનતી હોય છે.
માણસ જન્મથી અપંગ હોય કે ગરીબી, રોગ, અકસ્માત વગેરેને કારણે અપંગ બને એટલે એના વ્યવહારનું જગત સીમિત થઈ જાય છે. એવી વ્યક્તિઓની હરવા ફરવાની પ્રવૃત્તિ પણ મર્યાદિત બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org