________________
અપંગો માટે
૫૫
કેટલાક તો ઘરની બહાર પણ નીકળી શકતા નથી. એમ છતાં આવી વ્યક્તિઓને, તેમની મર્યાદાનો વિચાર કરીને તે પ્રમાણે તેમને સાચવીને ઘરની કે નગરની બહાર લઇ જવામાં આવે તો એમને અતિશય આનંદ થાય છે. પોતાના જેવી બીજી અપંગ વ્યક્તિઓની સાથે બહાર જવાનું જો તેમને મળે તો વળી એથી વધુ સારું લાગે છે. એટલે એમને આપણા સુખના સહભાગી બનાવવા હોય તો એમને બહાર લઇ જવાની જાતજાતની પ્રવૃત્તિઓ વિચારવી જોઇએ અને તેની યોજનાઓ કરવી જોઇએ. તેઓને બધે ફેરવવા જોઇએ. માણસ અંધ હોય તેથી શું ? એને પણ તાજમહાલ જોવા ત્યાં લઇ જઇ શકાય. ત્યાંના વાતાવરણને એ જરૂર માણી શકશે અને આંતરચક્ષુથી તાજમહાલને નિહાળી શકશે. અપંગો માટે નગરદર્શન, તીર્થયાત્રા, વગેરે જુદી જુદી જાતના કાર્યક્રમોનું આયોજન થઇ શકે. તેઓને મેળાવડાઓમાં, રમત-ગમતના ઉત્સવોમાં, કે એવાં બીજાં આનંદપ્રમોદના સ્થળે લઇ જઇ શકાય અને તેઓને માટે યોજાતી સ્પર્ધાઓમાં પણ ભાગ લેવા માટે તેઓને લઇ જઇ શકાય. સરકાર ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા આવાં આયોજનો થઇ શકે.
મધ્યમ વર્ગનાં કે ગરીબ કુટુંબોને પોતાના કોઇ અપંગ સભ્યને સાચવવાની ઘણી તકલીફ પડે છે. કુટુંબના સભ્યો શારીરિક અને માનસિક એમ ઉભય રીતે થાકી જાય છે. વળી અનાથ એવા અપંગોને તો સાચવવાવાળું કોઇ હોતું નથી. આવી પરિસ્થિતિમાં કેટલેક સ્થળે હોય છે એમ નિવાસી કેન્દ્રો સ્થપાવાં જોઇએ. એકસરખા પ્રકારના અપંગોત્યાં રહે અને તેમને સાચવવા માટેની વ્યવસ્થા પણ હોય.
માણસ અપંગ બને એમાં એનો પોતાનો કોઇ દોષ હોતો નથી, કારણ કે અપંગ બનવાની ઇચ્છા રાખીને કોઇ અપંગ થતું નથી. અલબત્ત, એમાં અપવાદરૂપ કિસ્સા નથી હોતા એમ નથી. કોઇક મોટા ત્રાસમાંથી છૂટવા માટે જેમ આપઘાત થાય છે તેમ તેમાંથી છૂટવા માટે નાનો ત્રાસ માણસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org