________________
અપંગો માટે
૪૯
કરવા માટે, શૌચાદિ માટે ઘણી સગવડો કરવામાં આવે છે. વગર ખર્ચે આવી સગવડો થઈ શકતી નથી. ધનાઢ્ય દેશોને તે પોષાય એવી હોય છે. પણ સાથે સાથે તેઓની તે માટેની જાગૃતિ અને દષ્ટિ પણ ખુલ્લી હોય છે. નિષ્ણાત માણસો દ્વારા તેનું આયોજન થાય છે. ગીચ વસતીવાળા અને અર્ધવિકસિત દેશોમાં સામાન્ય નાગરિક માટે જ્યાં પૂરતી સગવડ નથી હોતી ત્યાં અપંગો માટે ક્યાંથી હોય એવો પ્રશ્ન કેટલાકને થાય.પરંતુ એ માટેની સૂઝ, દષ્ટિ, અભિગમ વધુ મહત્ત્વનાં છે. જ્યાં અશક્ય હોય તેની વાત જુદી છે, પણ જ્યાં શક્ય હોય અને છતાં તેવી સગવડો ન હોય તેવી સ્થિતિ શોચનીય છે. સગવડો હોય તો અપંગોની હરફર વધે અને હરફર વધે તો સગવડો વિચારાય. આમ બંને પ્રકારની સ્થિતિ વિચારણીય છે.
અપંગો માટે જ્યાં જ્યાં જાગૃતિ આવી છે ત્યાં તેમને માટે સ્પર્ધાઓ, પારિતોષિકો, એવોર્ડ વગેરેનું આયોજન થાય છે. તેમના દર્દમાં અને શારીરિક મર્યાદાની બાબતમાં રાહત મળે એ તો જરૂરનું છે જ, પણ એમનાં આનંદપ્રમોદનાં સાધનો વધે, એમનાં સુખચેનના વિષયો અને ક્ષેત્રો વધે અને એમની આજીવિકાનો પ્રશ્ન હળવો થાય એ પણ એટલું જ જરૂરનું છે.
અપંગો માટે બગલઘોડી, કેલિપર્સ, ટ્રાઇસિકલ, વ્હીલચેર, કૃત્રિમ પગ, પગરખાં, સાંભળવાનાં સાધનો વગેરે વિવિધ પ્રકારનાં સાધનો લાંબા વખતથી પ્રચલિત છે. હવે તો ઇલેકટ્રોનિક્સના જમાનામાં તો વિવિધ પ્રકારનાં ઇલેક્ટ્રોનિક સાધનોની શોધ થઇ રહી છે. એવાં સાધનો જેમ જેમ પ્રચારમાં આવતાં જાય છે તેમ તેમ અપંગોને વધુ અને વધુ રાહત મળતી જાય છે.
વિકલાંગો માટે જુદા જુદા વિષયનાં સામાયિકો પણ પ્રકાશિત થાય છે અને નવાં નવાં સાધનો અને તેની ઉપયોગિતા વિશે સમજ અપાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org