________________
અપંગો માટે
વિકલાંગ અથવા અપંગ વ્યક્તિઓ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સંસ્થાઓ કાર્ય કરી રહી છે. વિકલાંગો માટે કશુંક કરવું જોઈએ એ પ્રકારની જાગૃતિ દિવસે દિવસે વધતી જાય છે. એ માટે ઘણા દેશોમાં પોતાના બજેટમાં જુદી રકમ ફાળવવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે દુનિયામાં અત્યારે કુલ વસતિના પ્રમાણમાં લગભગ સાડા સાત ટકા જેટલા એટલે કે લગભગ સાડત્રીસ કરોડ જેટલા લોકો અપંગ છે. એક નિરીક્ષણ પ્રમાણે દુનિયામાં શારીરિક કે માનસિક ખોડખાંપણવાળા લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહે છે. દુનિયામાં બાળમરણનું પ્રમાણ ઘણું જ ઘટી ગયું છે, પરંતુ જન્મતી વખતે જે બાળકોને મૃત્યુમાંથી બચાવી લેવામાં આવે છે એવાં કેટલાંયે બાળકોમાં કોઇક પ્રકારની ખોડ રહી જાય છે અને તે જીવનભર અપંગ રહે છે. વળી સશસ્ત્ર સંઘર્ષો, બોમ્બ વિસ્ફોટો, અકસ્માત, રોગચાળા વગેરે પણ દુનિયામાં વધતાં રહ્યાં છે. એથી પણ અપંગોની સંખ્યામાં વૃદ્ધિ થતી રહી છે.
અપંગો માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સંસ્થાઓ અને વ્યકિતઓ દેશ, જાતિ અને ધર્મના ભેદભાવ વિના કાર્ય કરે છે. એમાંની ઘણી સંસ્થાઓ સરકારમાન્ય હોય છે અને સરકારી ગ્રાન્ટ મેળવે છે. કેટલીક સેવાભાવી સંસ્થાઓ સરકારની માન્યતા માટે ઇચ્છા નથી રાખતી, પરંતુ પોતાનું કાર્ય યથાશક્તિ સ્વાધીનપણે કરવાની ભાવના રાખે છે. આમ અપંગો માટે વિવિધ સ્તરે ઘણું બધું કાર્ય થતું હોવા છતાં તે ઓછું પડે છે, કારણ કે આ ક્ષેત્ર ઘણું વિશાળ છે અને એની સમસ્યાઓ પણ ઘણી છે. દુનિયાની વધતી જતી વસતિના પ્રમાણમાં જેટલું થવું જોઈએ તેટલું કાર્ય પછાત અને વિકાસશીલ દેશોમાં થઈ શકતું નથી.
અપંગો માટે સમૃદ્ધ દેશોમાં બસમાં, રેલવેમાં, વિમાનોમાં, એરપોર્ટ, બસ કે રેલ્વેના સ્ટેશનોમાં, મોટા રેસ્ટોરાંમાં તેમના બેસવા માટે, આરામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org