________________
ગાંડી ગાય
૪૭.
બ્રિટનમાં ત્યારે સવા કરોડ કરતાં વધુ ગાયો હતી. એ બધીને મારી નાખતાં ત્રણેક વર્ષ લાગ્યાં. માનવજાતનો બિચારી ગાયો ઉપર કેટલો મોટો અત્યાચાર ! કેટલાંક વર્ષ પહેલાં જર્મનીએ દૂધનો બજારભાવ ટકાવી રાખવા માટે લાખો ગાયોની કતલ કરી હતી. હવે પાંચ દસ ટકા ગાયોની મગજની બીમારીને કારણે બધી જ ગાયોની, એક કરોડ કરતાં વધુ ગાયોની કતલ કરવામાં આવી!
પશુસૃષ્ટિ ઉપર આવો ભયંકર પૂર અત્યાચાર છતાં પાશ્ચાત્ય દેશોના લોકોનું હૃદય દયાભાવથી દ્રવતું નથી. (ત્યાંના ભારતીય લોકોએ અલબત્ત ઘણો પોકાર ઉઠાવ્યો, પણ તે તો અરણ્યરુદન બરાબર !)
માનવજાત ઉપર ધર્મ અને સંસ્કૃતિનાં પરિબળોના વર્ચસ્વને બદલે વિજ્ઞાન અને અર્થતંત્રના પરિબળોના વધતા જતા વર્ચસ્વને પરિણામે મનુષ્યનું હૃદય ઉત્તરોત્તર વધુ નિષ્ફર થવા લાગ્યું છે. જો આ રીતે ચાલ્યા કરશે તો ભવિષ્યમાં માત્ર પશુઓ જનહિ, લાખો માનવોનો સંહાર કરતાં પણ નિષ્ફર લોકોનું હૃદય નહિ દ્રવે એમ માની શકાય!
સબકો સન્મતિ દે ભગવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org