________________
૪૬
સાંપ્રત સહચિંતન-- ભાગ૯
છીદ્રો પડી જવા લાગ્યા. આ રોગનu BSE-bovine Spongiform Encephalopathy કહેવામાં આવે છે. ગાય ગાંડી થઈ અને એનું માંસ ખાનારા માણસોને, વિશેષતઃ વૃદ્ધો અને બાળકોને આ રોગ લાગુ પડ્યો. એને CJD-Creutzfeld-Jacob Disease કહે છે. ચેપી ગોમાંસને કારણે મગજનો રોગ થતાં ઘણાં માણસો મૃત્યુ પામવા લાગ્યાં.
આ જીવાણુઓ પણ કેવા જબરા! એ માંસને ગમે તેટલી ગરમી આપી બાફવામાં આવે કે ઉકાળવામાં આવે તો પણ એ જીવાણુઓ મરતા નથી. હડકાયા કૂતરાના જીવાણુઓની જેમ આ જીવાણુઓ પણ પાંચ-પંદર વર્ષે સક્રિય થઈ શકે છે. આજે એવું ગોમાંસ ખાનારને દસ-પંદર વર્ષે પણ મગજનો જીવલેણ રોગ થઈ શકે છે. બસ, આવા જબરા જીવાણુઓએ પરિસ્થિતિને પલટી નાખી. હવે એવી ગાંડી ગાયોનું માંસ ખવાય નહિ. એ બધી ગાયોમાંથી કઈ ગાય ગાંડી છે અને કઈ ડાહી છે એમ કોણ કહી શકે? અને આજની ડાહી તે આવતી કાલે ગાંડી નહિ થાય એની ખાતરી શી? અને એક વખત વહેમ પડ્યો પછી કોણ ખાવાની હિંમત કરી શકે? જે દેશોમાં બ્રિટન ગોમાંસ (Beet)ની નિકાસ કરે છે એ તમામ દેશોએ બ્રિટનનું ગોમાંસ લેવાનો ઈન્કાર કરી દીધો એટલું જ નહિ, પણ શરત મૂકી કે જ્યાં સુધી બ્રિટનની બધી ગાયોને મારી નાખ્યા પછી નવેસરથી ગાયો ઉછેરવામાં ન આવે ત્યાં સુધી બ્રિટનનું ગોમાંસ પોતે લેશે નહિ. બ્રિટનવાસીઓએ પણ આ ગોમાંસ ખાવાનો ઈન્કાર કર્યો. પરિણામે બ્રિટનને આ બધી ગાયો મારી નાખ્યા વગર છૂટકો નથી. વિટનના ગોમાંસના વ્યવસાયમાં કરોડો પાઉન્ડની આર્થિક સમસ્યાઓ ઊભી થઈ. બ્રિટનની હોટલો અને રેસ્ટોરાંને વિદેશોમાંથી ગોમાંસની આયાત કરવાની ફરજ પડી.
ગાયો મારવાનું ચાલું તો થયું. પણ એનું માંસ ગટરમાં કે દરિયામાં ફેંકાય નહિ, એટલે કતલ પછી ગાયોના મૃતદેહને બાળવાનું જ રહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org