________________
ગાંડી ગાય
૪૫
જાય છે. અકાળે તે વૃદ્ધ થઇ જાય છે અને વહેલી કતલખાને પહોંચે છે. પરંતુ ત્યાંસુધીમાં સ્વાર્થી મનુષ્ય તો એની પાસેથી પાંચસાતગણું વધારે દૂધ મેળવી લીધું હોય છે.
ગાય વધારે સારું અને મોટા પ્રમાણમાં દૂધ આપે એ માટે એને વધુ પડતો ભારે ખોરાક આપવામાં આવે છે. એથી ગાય દૂધ વધારે આપે છે. પરંતુ એની સ્થિતિ તો તંદુરસ્ત યુવાનને વિટામિન, પ્રોટીન વગેરેની ઘણી બધી ગોળીઓ ખવડાવી દેવાથી જે સ્થિતિ થાય તેવી ગાયોની થાય છે. મતલબ કે તેમને કેટોસિસ અને એવા બીજા રોગો થવા લાગે છે.
ઘણી ડેરીમાં ગાય ઝટ ઝટ વધારે દૂધ આપે એ માટે એમને દોહતાં પહેલાં ઓક્સિટોસિનનું ઇન્જેક્શન આપવામાં આવે છે. આ ઇન્જેક્શનથી ગાયના આંચળમાંથી દૂધ વછૂટવા લાગે છે. સ્ત્રીને જેવી પ્રસૂતિની પીડા થાય તેવી પીડા તે વખતે ગાયને થાય છે, પણ માણસને એથી ઓછા સમયમાં ઓછી મહેનતે વધુ દૂધ મળે છે. હોર્મોનના આવા ઇન્જેક્શનોથી ગાયમાં જાતજાતના રોગ થાય છે અને એના લોહી તથા માંસમાં પણ એ રોગના જીવાણુઓ ઉત્પન્ન થાય છે. પછીથી એનું દૂધ અને માંસ ખાનારને પણ એ રોગો થાય છે.
સંશોધકો ગાય પરના આવા આવા પ્રયોગોથી સંતુષ્ટ થયા નથી. ગાયનું દૂધ વધુ કેમ મળે, એ કેવી રીતે હૃષ્ટપુષ્ટ થાય અને એનું માંસ મુલાયમ કેમ બને એ માટેના અખતરાઓ ચાલુ જ છે. છાપાંઓના અહેવાલ પ્રમાણે એમાંનો એક અખતરો બ્રિટનમાં ભયંકર ખતરારૂપ નીવડ્યો, ગાયો માટેના આહાર અને ઔષધિમાં તેઓ માંસાહારી પદાર્થો પણ ભેળવવા લાગ્યા. શાકાહારી ગાયોને મનુષ્ય આપેલાં એવાં માંસાહારી દ્રવ્યો માફક ન આવ્યાં. એમાંથી ગાયોને મગજનો રોગ થયો. ગાયના મગજના સ્નાયુઓ ફૂલી જવા લાગ્યા અને એમાં ઝીણાં ઝીણાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org