________________
૪૪
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
થવો જોઇએ, કારણ કે ગાયો ઉ૫૨ દૂધ અને માંસ માટે જે ક્રૂર પ્રયોગો થયા છે એવા પ્રયોગો જો માણસો ઉપર થયા હોય તો માણસો ક્યારનાય પાગલ થઇ ગયા હોત.
જ્યારથી દૂધનો વ્યવસાય છૂટક વેપારીઓનો મટીને ઉદ્યોગ બન્યો ત્યારથી દૂધનું પ્રમાણ અને એની ગુણવત્તા વધારવા અનેક પ્રકારના પ્રયોગો થયા છે. ડેરી ઉદ્યોગના વિકાસથી ઘણા લાભ માનવજાતને થયા છે. પરંતુ ગોપરિવારને નીચોવવાના પણ એટલા જ પાશવી પ્રયત્નો થતા રહ્યા છે, ગાયને માટે ‘દોહવી’ કરતાં ‘નીચોવવી’જેવો શબ્દપ્રયોગ હવે વધુ યથાર્થ બનતો જાય છે.
સામાન્ય રીતે ગાય વાછરડાને જન્મ આપ્યા પછી આઠ-દસ મહિના સુધી સારું દૂધ આપે છે. પહેલાં વાછરડું ધાવી લે પછી ગાયને દોહવામાં આવે છે. આ ભારતીય પરંપરા છે. ગાયને દોહવામાં પણ પરસ્પર વાત્સલ્યનો ભાવ રહેલો હોય છે. ગાયને હાથ વડે દોહવી એ પણ એક કળા છે.
ગાય દૂધ આપતી લગભગ બંધ થાય, વાછરડું મોટું થાય અને ફરી ગાય ગર્ભવતી થાય અને ફરી દૂધ આપતી થાય. છેવટે ગર્ભવતી ન થાય અને દૂધ પણ ન આપે એવી વસૂકી ગયેલી ગાયોને ગોવાળ પોષે પાળે અથવા પાંજરાપોળમાં મૂકી આવવામાં આવે (હવે કતલાખાને પણ ધકેલાય છે.) છેલ્લાં કેટલાંક વર્ષથી અને ખાસ કરીને ડેરીના ઉદ્યોગના વિકાસ પછી ગાય વાછરડાને જન્મ આપ્યા પછી દૂધ આપવાનું ચાલુ કરે તે દરમિયાન કૃત્રિમ ગર્ભધાન દ્વારા એને બેએક મહિનામાં જ ફરીથી ગર્ભવતી બનાવી દેવામાં આવે છે. એટલે પછીના આઠેક મહિના તો ગર્ભવતી ગાયનું જ દૂધ મેળવાતું હોય છે. આ રીતે ગાય સતત દૂધ આપતી અને ઝટઝટ ગર્ભવતી થયા કરે છે. એથી ગાયનું શરીર નીચોવાઇ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International