________________
ગાંડી ગાય
૪૩
આ બધા પ્રયોગોમાં એક મોટો પ્રયોગ તે ગાયો ઉપરનો છે. ગાય, ભેંશ એ બે મુખ્ય પ્રાણીઓના દૂધ ઉપર આખી દુનિયા નભે છે. ભેંશ એકંદરે ઉષ્ણ કે સમશીતોષ્ણ પ્રદેશનું પ્રાણી છે. ગાય ઠંડા પ્રદેશોમાં પણ અસ્તિત્વ ધરાવી શકે છે. ભેંશને પરસેવો થાય છે, ગાયને નહિ. દુનિયાના ઘણા દેશોમાં ગાય હોય છે. ભેંશ બધે હોતી નથી. જ્યાં ભેંશ હોય છે ત્યાં બધે ગાય હોય છે, પરંતુ જ્યાં ગાય હોય છે ત્યાં બધે ભેંશ હોતી નથી. પાશ્ચાત્ય દેશોમાં ગાય જ હોવાથી વૈજ્ઞાનિક પ્રયોગો ગાય ઉપર વધુ થયા છે. ગાયનો ઉપયોગ ત્યાં દૂધ ઉપરાંત માંસાહાર માટે સવિશેષ થાય છે.
ભારતમાં ગાયોની કતલ નથી થતી એવું નથી, પણ એકંદરે ઓછી થાય છે. ભારતીય સંસ્કૃતિમાં એના આરંભકાળથી, ગાય પોતાના દૂધ દ્વારા પ્રજાનું પોષણ કરતી હોવાથી એના પ્રત્યે માતાના જેવો પૂજ્યભાવ રહ્યો છે. આથી જ ગૌહત્યાને મોટાં પાતક (પાપ) તરીકે ઓળખાવવામાં આવે છે. ગરીબડી, નિર્દોષ ગાયને જો લાકડીથી મારવાનું પણ ન ગમે તો એની હત્યા કરવાનું કેમ ગમે? અને એથી પણ અધિક એનું માંસ ખાવાનો તો વિચાર જ કેમ થઈ શકે? નરરાક્ષસ હોય, યવન હોય તે જ ગોમાંસ ખાઈ શકે એ ભારતીય સાંસ્કૃતિક ભાવના છે.
પાશ્ચાત્ય દેશોમાં ગાય કેમ વધારે દૂધ આપી શકે અને ગાયનું માંસ કેમ વધુ મુલાયમ થઈ શકે એ દષ્ટિથી જ-એટલે કે માત્ર ઉપભોક્તાવાદની દષ્ટિથી જ વિચારણા અને પ્રયોગો થાય છે. અર્થતંત્રમાં ગાયનું સ્થાન મહત્ત્વનું રહ્યું હોવાથી ગાયનો ઉપયોગ અર્થતંત્રની દષ્ટિએ જ, વધુ કમાણી કરવાની દષ્ટિએ જ થવા લાગ્યો છે.
બ્રિટનમાં રોગને કારણે ગાયો હમણાં ગાંડી એક દાયકામાં થઈ, પણ બિચારી ગાય અત્યાર સુધી કેમ ગાંડી ન થઈ એવો પ્રશ્ન વિચારવાનને
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org