________________
૪૨
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
ગાય, ભેંસ, ઘોડો, ગધેડું વગેરે પાળેલા પ્રાણીઓ વગડામાં ચરવા જાય છે અને પોતાની આહારસંજ્ઞા પ્રમાણે ચરે છે. પ્રાણીઓમાં સૂંઘવાની શક્તિ વધુ તીવ્ર હોય છે. પોતાનો ખાદ્યપદાર્થ સૂંઘીને તે ખાય છે. “ઊંટ મેલે આકડો અને બકરી મેલે કાંકરો' જેવી કહેવત પ્રમાણે બકરી એક એવું પ્રાણી છે કે જે બધા પ્રકારની વનસ્પતિ ખાઈ શકે છે. બિલાડી, કૂતરું વગેરે પણ પોતાનો આહાર સૂંઘીને ખાય છે. માનવ માટેનો આહાર પણ ઘણાં પ્રાણીઓ ખાય છે.
છેલ્લા કેટલાક દાયકાથી અને ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછી, મુખ્યત્વે પાશ્ચાત્ય જગતમાં કૂતરું, બિલાડી, વગેરે પાળેલાં પશુપંખીઓ માટે તૈયાર આહારનાં પેકેટો વેચાવા લાગ્યાં કે જેથી લોકોને એ માટેનો આહાર ઘરે રાંધવો ન પડે. એમાં વિવિધ પ્રકારના પ્રયોગો થતા રહ્યા છે અને નવી નવી કંપનીઓ પોતાની બ્રાન્ડના નામ સાથે એવા આહાર બનાવવા અને વેચવા લાગી છે. પશુઓની માવજત, પશુઓની રોગચિકિત્સા, પશુઓ માટેનાં ઔષધો વગેરેની બાબતમાં પણ પાશ્ચાત્ય જગત વધુ સભાન અને પ્રગતિશીલ છે એ સાચું, પરંતુ એ મુખ્યત્વે તો પોતાના સુખચેન માટે જ હોય છે.
હવે તો કેટલાંક શહેરોમાં એવા કેટલાક સ્ટોર્સનીકળ્યા છે કે જ્યાં માત્ર કૂતરાં, બિલાડાં માટેનો જ આહાર મળે છે. કેટલાક સ્ટોર્સમાં માત્ર આહાર જ નહિ, તેમના માટે બ્રશ, સાબુ, નેપકીન, ગરમ કપડાં, સાંકળ, પટ્ટા વગેરે જાતજાતની વસ્તુઓ વેચાતી મળે છે.
પશુઓએ શું શું ખાવું એ હવે કેટલેક ઠેકાણે એમની મરજીનો વિષય નથી રહ્યો.માણસ જે ખવડાવે તે એમને ખાવાનું હોય છે. માણસ જેમ રાખે તેમ રહેવાનું થયું છે. પશુઓ ઉપરનું માનવીનું આધિપત્ય ઉત્તરોત્તર વધતું ચાલ્યું છે અને પ્રયોગો પણ વધતા ચાલ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org