________________
૨
૬
સાંપ્રત સહચિંતન -- ભાગ - થયેલી છે. ગજપંથા કે માંગી તુંગીની ગુફાઓ કલાની દષ્ટિએ કદાચ એટલી ઉચ્ચ ન ગણાય, તો પણ આ ક્ષેત્રમાં એ કાળમાં જૈનોનો, મુખ્યત્વે દિગંબર જૈનોનો વસવાટ ઘણો હશે અને રાજ્ય તરફથી ઘણો સારો સહકાર મળતો રહેતો હશે એની પ્રતીતિ કરાવે છે.
માંગતુંગીની બધી જ ગુફાઓ એક જ યુગમાં તૈયાર થઈ હશે કે કેમ તે સ્પષ્ટ નથી, પરંતુ ગુફામંદિરોની પ્રવૃત્તિ પાંચસોથી દોઢ બે હજાર વર્ષ જેટલી પ્રાચીન છે. માંગતુંગીમાં કેટલાક શિલાલેખો છે, પણ તે સ્પષ્ટ નથી. તો પણ એક સ્થળે સંવત ૬૫૧ વંચાય છે. એ જ સાચું હોય તો પંદરસો વર્ષ જેટલી પ્રાચીન આ ગુફાઓ છે એમ કહી શકાય.
નાસિક જીલ્લાનો આ પ્રદેશ એટલે રામસીતાના વનવાસનો પ્રદેશ. જૈન રામાયણ, વિમલસૂરિકૃત “પઉમચરિય” પ્રમાણે ભગવાન મુનિસુ વ્રત સ્વામીના કાળમાં આ ઘટનાઓ બનેલી. એટલે અહીં પણ સીતાગુફા અને રામગુફા છે. શ્વેતાંબર અને દિગંબર એમ બંને પરંપરાનાં જૈન પુરાણ અને જૈન માન્યતા પ્રમાણે એ કાળમાં રામ, હનુમાન, સુગ્રીવ, સુડીલ, ગવ, ગવાક્ષ, નીલ, મહાનલ સહિત નવાણુ કરોડ મુનિઓ આ તુંગીગિરિ પરથી મોક્ષે સિધાવ્યા હતા. એટલે આ ક્ષેત્રને યોગ્ય રીતે જ સિદ્ધક્ષેત્ર તરીકે ઓળખાવવામાં આવે છે.
રવિણાચાર્ય કૃત ‘પદ્મપુરાણ”માં “તુંગીગિરિ'નો ઉલ્લેખ આવે છે. એને આધારે નીચેની પંક્તિઓ ટાંકવામાં આવે છે: રામ જિનેસુર કરત વિહાર, ભવ્ય સમૂહ ઉતારે પાર; અતિ સમય તુંગીગિરિ ગયે, શેષ કરમ અરું છેદયે; મોક્ષ સુઘાનિ પહોતે પાય, શાશ્વત શર્મ જિહાં અધિકાંય.
xxx
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org