________________
માંગી-તુંગી
૨૫ ચડતાં સામાન્ય માણસને લગભગ દોઢથી બે કલાક લાગે છે. એક શિખર પરથી ઊતરીને બીજા શિખર પર જતાં લગભગ અડધો કલાક લાગે છે.
પહાડ પર ચડતાં વચ્ચે સુધ-બુધ શુદ્ધ-બુદ્ધ) મુનિઓની ત્રણ ગુફાઓ આવે છે. આ ગુફાઓ નાની છે. એમાં પર્વતમાંથી કોતરી કાઢેલી નાની મોટી દિગંબર જિનપ્રતિમાઓ પદ્માસન તથા ખગાસનમાં છે. એમાં એક ગુફામાં મૂળ નાયક તરીકે શ્રી મુનિસુવ્રત સ્વામીની પદ્માસનમાં વિશાળ મૂર્તિ કંડારેલી છે. અહીં ચોવીસે તીર્થકરોની તથા શ્રી બાહુબલિજીની પ્રતિમા છે. એમાંની કેટલીક ઊભી પ્રતિમાઓ ખગાસનમાં અને કેટલીકપાસનમાં છે. આ ઉપરાંત હાથી કે સિંહ પર બિરાજમાન એવાં યક્ષયક્ષિણીની પ્રતિમાઓ પણ છે. આ બધી પ્રતિમાઓની કોતરણી કલાત્મક છે. શુદ્ધ-બુદ્ધ મુનિની આ ગુફાઓ ઉત્તરકાલીન હોવાનું મનાય
છે.
માંગતુંગીના શિખરોમાંનાં મંદિરો એટલે ગુફા મંદિરો. જે કાળે ભારતમાં ગ્રેનાઈટ જેવા નક્કર પર્વતમાંથી ગુફાઓ અને એમાં શિલ્પાકૃતિઓ કોતરી કાઢવાની કલા પ્રચલિત હતી એ કાળમાં માંગતુંગીનાં આ ગુફા મંદિરોની કોણી થઈ હશે. ભારતમાં બૌદ્ધ, હિંદુ અને જૈન એ ત્રણે પરંપરાના પર્વતકારણી (Rock carving)ના પ્રકારનાં શિલ્પ સ્થાપત્ય સાંપડે છે. અજંટા અને ઇલોરાની ગુફાઓ, કાવેરી, કાર્યા, ભાજાની ગુફાઓ, એલિફન્ટાની ગુફાઓ તથા દક્ષિણમાં ગોમટેશ્વર, કારકલ, મુડબિદ્રી વગેરે સ્થળોનાં શિલ્પોની સાથે, નાસિક જિલ્લામાં પાંડવલેની ગજપથા, માંગતુંગી વગેરેની પણ ગણના થાય છે. ગુફાઓના શિલ્પસ્થાપત્યમાં બૌદ્ધ ગુફાઓ જેમ ચડિયાતી ગણાય છે તેમ પર્વતમાંથી વિશાળકાય શિલ્પાકૃતિની કોતરણીમાં ગોમટેશ્વરની બાહુબલિની પ્રતિમા એના અનુપમ સૌન્દર્યને કારણે વિશ્વમાં વિખ્યાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org