________________
૨૪
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
આ પહાડનું નામ માંગતુંગી પડવાનું એક કારણ એમ જણાવાય છે કે માંગી શિખરની તળેટીમાં પહેલાં “માંગી' નામનું ગામ હતું, જેનું પછીથી નામ “મંડાણા' થયું. તુંગી શિખરની તળેટીમાં તુંગી નામનું ગામ હતું. એનું પછીથી નામ “તુંગન થઈ ગયું હતું. આમ લોકોમાં ગામનાં નામોને કારણે પહાડનું નામ માંગતુંગી પ્રચલિત થઈ ગયું. વસ્તુતઃ પ્રાચીન ઉલ્લેખો પ્રમાણે તો આખા પહાડનો ફક્ત તુંગીગિરિ તરીકે જ નિર્દેશ મળે છે.
માંગતુંગી જૈનોનું તીર્થ છે. તે દિગંબરોમાં સિદ્ધક્ષેત્ર તરીકે જાણીતું છે. એને દક્ષિણ દિશાના સમેતશિખર તરીકે પણ ઓળખાવાય છે. આ અનુપમ પવિત્ર ભૂમિમાંથી અનેક આત્માઓ કેવળજ્ઞાન પામી, સવકર્મનો ક્ષય કરી સિદ્ધગતિ પામ્યા છે. જૂના વખતમાં જેમ સમેતશિખરના પહાડ પર જતાં કોઈક યાત્રિકો ભૂલા પડી જતા તેમ એક જમાનામાં માંગતુંગીના પહાડ પર જતાં પણ યાત્રિકો ભૂલા પડી જતા.
માંગી શિખર સમુદ્રની સપાટીથી ૪૩૪૩ ફૂટની ઊંચાઈએ અને તુંગી શિખર ૪૩૬૬ ફૂટની ઊંચાઈએ આવેલું છે. આખા પહાડની ઊંચાઈ સમુદ્રની સપાટીથી લગભગ ચાર હજાર ફૂટની છે. ગામની તળેટીથી ઊંચાઇ લગભગ અઢી-ત્રણ હજાર ફૂટની હશે !
પહાડ ઉપર ચડવાનું પહેલાં ઘણું દુષ્કર હતું. છેલ્લાં કેટલાંક વર્ષથી પહાડ પર ચડવા માટે પગથિયાં બનાવવામાં આવ્યાં છે. એટલે ચડવાનું પહેલાં જેટલું કઠિન રહ્યું નથી. તો પણ પગથિયાં સીધાં ઊંચાં હોવાને લીધે ચઢાણ શ્રમભરેલું છે. પહાડની ટોચ પર પહોંચ્યા પછી બે રસ્તા ફંટાય છે. એક બાજુ માંગીગિરિ તરફનો રસ્તો જાય છે. બીજી બાજુ તુંગીગિરિનો રસ્તો છે. તુંગીગિરિનું ચઢાણ ઊંચું છે. પગથિયાં થયાં હોવાને લીધે અલબત્ત એટલું આકરું લાગતું નથી. તળેટીથી પહાડ પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org