________________
માંગી-તુંગી
૨૭.
રામ, હનુ, સુગ્રીવ, સુડીલ, ગવ, ગવાક્ષ, નીલ, મહાનલ, ક્રોડિનિન્યાનવે મુક્તિપયાન, તુંગાગિરિ વંદી ઘરિ ધ્યાન.
જૈન રામાયણની જેમ જૈન પાંડવપુરાણ પણ છે. જૈન માન્યતા પ્રમાણે રામ અને લક્ષ્મણ વસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીના કાળમાં થઈ ગયા અને કૃષ્ણ તથા બળદેવ બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનના કાળમાં થઈ ગયા. બંને વચ્ચે ઘણો બધો કાળ પસાર થઈ ગયો. પરંતુ રામ-લક્ષ્મણ વગેરે તથા કૃષ્ણ-બળદેવ વગેરે આ એક જ ક્ષેત્રમાં કાલાન્તરે વિચાર્યા હતા. પાંડવપુરાણમાં આવતી કથા પ્રમાણે શ્રીકૃષ્ણ અને એમના ભાઈ બલભદ્ર આ પ્રદેશમાં દેહ છોડ્યો હતો. જૈન પુરાણ પ્રમાણે એ કાળ તે ત્રેવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનનો કાળ કે જે સમયે શ્વેતાંબર અને દિગંબર એવા ભેદો નહોતા. શ્રીકૃષ્ણ અને બલભદ્ર આ જંગલમાં વિચારતા હતા ત્યારે એક વખત વનમાં તરસ્યા થયેલા શ્રીકૃષ્ણ બલભદ્રને પાણી લેવા મોકલ્યા. તે દરમિયાન દૂરથી જરદકુમારે હરણ સમજીને શિકાર કરવા માટે છોડેલું બાણ શ્રીકૃષ્ણને વાગ્યું. એથી એમના પ્રાણ ચાલ્યા ગયા. બલભદ્ર આવીને જુએ છે તો શ્રીકૃષ્ણ નિશ્ચેષ્ટ પડ્યા છે. પરંતુ પોતાના ભાઈ જીવતા છે અને ભાનમાં આવશે એમ સમજી બલભદ્ર પોતાના ખભા ઉપર ભાઈનું શબ લઈને વનમાં ફરે છે. પરંતુ ત્યારપછી એક દેવના પ્રતિબોધથી બલભદ્ર મોહનો ત્યાગ કરી પોતાના ભાઈ શ્રીકૃષ્ણના શબના અંત્યેષ્ટિ સંસ્કાર આ પહાડ ઉપર બે ચૂલિકા વચ્ચે કરે છે.
બલભદ્ર ત્યારપછી મુનિપણું અંગીકાર કરે છે. તેઓ આહાર માટે ગામ તરફ જાય છે ત્યારે એમનો સુંદર કાંતિમાન દેહ જોઈ સ્ત્રીઓ વિહ્વળ બની જાય છે. કૂવા પર પાણી ભરતી, ભાન ભૂલેલી એક સ્ત્રીએ તો દોરડાનો ગાળિયો ઘડામાં ભરાવવાને બદલે પાસે ઊભેલા પોતાના નાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org