________________
૨૮
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
બાળકના ગળામાં ભરાવ્યો. આ દશ્ય જોઈ બલભદ્ર મુનિને થયું કે પોતે હવે ગામ તરફ જવું નહિ. તપથી એમણે પોતાના શરીરને ક્ષીણ કરી નાખ્યું. આ પહાડ પર અનશન કરી એમણે દેહ છોડ્યો. એમને દેવગતિ પ્રાપ્ત થઇ.
આ રીતે માંગતુંગીનો પહાડ કૃષ્ણ અને બલભદ્રના વૃત્તાંતથી પણ પ્રસિદ્ધ છે.
માંગીગિરિની પાસે આવેલા એક પર્વતનું નામ “ઘાણ્યાગઢ' છે. દિંતકથા પ્રમાણે જ્યારે બલભદ્ર પોતાના ભાઈ શ્રીકૃષ્ણનું શબલઈને ફરતા હતા ત્યારે તેમને સમજાવવા માટે આ પર્વત ઉપર એક દેવે એક મોટી ઘાણીની રચના કરી અને પોતે તેલી-ઘાંચીનો વેશ ધારણ કરી એમાં રેતી નાંખવાનું ચાલુ કર્યું. ફરતાં ફરતાં બળભદ્ર પોતાના ભાઈના શબને ખભા પર ઊંચકી આ બાજુ આવ્યા ત્યારે તે ઘાંચીને પૂછ્યું કે “તમે શું કરો છો?' ઘાંચીએ (દવે) કહ્યું કે “હું રેતીમાંથી તેલ કાઢવાનો પ્રયત્ન કરું છું.” ત્યારે બલભદ્રે કહ્યું, “મૂર્ખ, રેતીમાંથી તો કોઈ દિવસ તેલ નીકળે ?' એ સાંભળી ઘાંચીએ કહ્યું, “જો શબમાં જીવ આવે તો રેતીમાંથી તેલ કેમ ન નીકળે?' એ સાંભળી બળભદ્રની આંખ ખૂલી ગઈ અને તેમણે શ્રીકૃષ્ણના શબનો માંગતુંગી પહાડ ઉપર અગ્નિસંસ્કાર કર્યો. એ સ્થળ તે કૃષણકુંડ તરીકે જાણીતું છે. જે પર્વત પર દેવે ધાણીની રચના કરી હતી એ પર્વત લોકોમાં ઘાણીનો ગઢ-ઘાણ્યાગઢ તરીકે હજુ પણ જાણીતો છે.
માંગીગિરિમાં પશ્ચિમ બાજુપહાડમાં એક ગુફા છે. એમાં જઈ શકાતું નથી. આ ગુફાને સ્થાનિક ભીલ આદિવાસીઓ “ડોંગરિયા દેવ' તરીકે ઓળખાવે છે. આ ગુફા વિશે વિશેષ સંશોધન થવાની જરૂર છે.
અમે લગભગ સાડા અગિયાર વાગે પહાડ ઉપર વચ્ચે પહોંચ્યા. હવે અહીંથી એક રસ્તો માંગીગિરિ તરફ જાય છે અને બીજો રસ્તો તુંગીગિરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org