________________
માંગી-તુંગી
૨૯
તરફ જાય છે. અમે પહેલાં માંગીગિરિ તરફ ગયા, કારણ કે મુખ્ય ગુફામંદિરો માંગીગિરિમાં છે.
માંગીગિરિમાં સાત ગુફામંદિરો છે. એમાં શ્રી મહાવીર ગુફા, શ્રી આદિનાથગુફા, શ્રી શાન્તિનાથગુફા, શ્રી પાર્શ્વનાથગુફા, રત્નત્રયગુફા, સીતાગુફા, બલભદ્રગુફા વગેરે ગુફાઓ છે. આ દરેક ગુફાઓમાં મૂળ નાયક ઉપરાંત અન્ય તીર્થંકરો કે મુનિઓની શિલ્પાકૃતિઓ પણ છે. દિગંબર મુનિઓની શિલ્પાકૃતિમાં પીંછી અને કમંડલુ સ્પષ્ટ જોઇ શકાય છે. શિલ્પાકૃતિઓ સુરેખ અને મનોહર છે. કેટલીક ગુફામાં સાથે યક્ષયક્ષિણીની મૂર્તિ છે. એક ગુફામાં છત્રીની રચના કરવામાં આવી છે અને એમાં કોઇ દિગંબર આચાર્યની વિશાળ, શાંત મૂર્તિ કોતરેલી છે. ક્યાંક ચરણપાદુકા પણ છે. આ ગુફાઓમાં એક ગુફા તે બલભદ્રની ગુફા છે. એમાં શ્રી બલભદ્રમુનિની પર્વતના પાષણમાંથી કંડારેલી પ્રતિમા છે. એક ગુફામાં છત્રીમાં નંદીશ્વરની રચના છે. એમાં પર્વતના એક જ પથ્થરમાંથી ચાર દિશામાં ચાર જિનપ્રતિમા બનાવેલી છે. એક ગુફામાં શ્રી ક્ષેત્રપાલની છત્રી બનાવવામાં આવી છે.
આ ગુફાઓની બહાર ઉપરના ભાગમાં દસપંદર ફૂટ ઊંચે નાની મોટી ઘણી મૂર્તિઓ કંડારવામાં આવી છે. એમાંથી કેટલીક ખંડિત કે ર્જરિત પણ થઇ ગઇ છે.
આ ગુફાઓની નજીક પર્વતમાં પત્થર કોતરીને પાણીના કુંડ બનાવેલા છે. આવા પાંચ કુંડ છે. સૈકાઓ પૂર્વે જ્યારે અહીં સાધકો, યાત્રીઓ વગેરેની અવરજવર વધારે રહેતી હશે અને કેટલાક તો દિવસ-રાત ત્યાં રહેતા હશે ત્યારે પાણીની જરૂરિયાત માટે આ કુંડ બનાવ્યા હશે કે જેથી વરસાદનું ભરાયેલું પાણી આખું વર્ષ કામ લાગે. હવે આ કુંડોના પાણીનો ઉપયોગ બંધ થઇ ગયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org