________________
સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ-પત્રકાર તરીકે
એમણે વાંચવા ચાલુ ક્યાં. એ રીતે તેમણે “પ્રબુદ્ધ જીવનમાં પોતાની કલમ ચલાવી. રાજકારણ એમનો રસનો વિષય રહ્યો હોવાથી “પ્રબુદ્ધ જીવન'માં અવારનવાર તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ ઉપર પોતાના વિચારો દર્શાવતા રહ્યા. “પ્રબુદ્ધ જીવન'ના લગભગ ત્રણસો જેટલા લેખોમાંથી બસો કરતાં વધુ લેખો એમણે તત્કાલીન રાજકીય પ્રવાહો ઉપર લખ્યા. રાજકીય ઘટનાઓનું એમનું વિશ્લેષણ અને એ વિશેનો એમનો અભિપ્રાય જાણવા ગુજરાતના ઘણા રાજકીય નેતાઓ, રાજકીય અને સામાજિક કાર્યકરો અને ચિંતકો તથા સાહિત્યકારો પણ ઉત્સુક રહેતા. એનું કારણ એમની અનુભવયુક્ત, પીઢ અને તટસ્થ દષ્ટિ હતી.
રાજકારણનાવિષયો પરલખતી વખતે ચીમનભાઈ પોતાના વિચારો નિર્ભિક રીતે જણાવતા. જરૂર લાગે તો પોતાના વિચારો બદલાવતા. કોઇક લેખમાં એમણે મોરારજીભાઈની સખત ટીકા પણ કરી હોય અને પરિસ્થિતિ બદલાતાં એમણે એમની એટલી જ પ્રશંસા પણ કરી હોય. ઈન્દીરા ગાંધીની એમણે આરંભમાં પ્રશંસા કરી હતી, પરંતુ કટોકટીના શાસનકાળ વખતે એટલી જ સખત ટીકા કરી હતી. કયારેક તો એટલી ઉગ્ર ટીકા થઈ હતી કે એમની ધરપકડ થવાની છે એવી અફવા પણ ઊડી હતી.
ચીમનભાઈ પોતાનો લેખ ઘણું ખરું એક જ બેઠકે લખતા. તેઓ આખો દિવસ તો પોતાના વકીલાતના વ્યવસાયમાં અને સામાજિક કાર્યોમાં વ્યસ્ત હોય. પરંતુ સાંજે ઘરે આવ્યા પછી જમીને પોતે નિરાંતે સોફા પર બેઠા હોય તે વખતે હાથમાં કાગળ રાખી પેનથી લેખ લખી નાખતા. એમની વિચારણા એટલી પુખ્ત અને વિશદ રહેતી અને એમનું ચિંતન એટલું ઊંડું રહેતું કે લેખમાં જવલ્લે જ કોઈ શબ્દ સુધારવો પડે. લેખ લખીને તેઓ સીધો છાપવા મોકલી આપતા. પરંતુ કેટલીક વાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org