________________
૬૪
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
એવું પણ બનતું કે પોતે જે વિશ્લેષણ કર્યું હોય તેના કરતાં કંઈક જુદી જ ઘટના બની હોય તો લેખમાં છેલ્લી ઘડીએ સુધારો કરતા અથવા લેખ રદ કરીને બીજો લેખ લખી નાખતા. આમ, પ્રેસમાં કંપોઝ થઈ ગયા પછી ચીમનભાઈએ પોતાનો લેખ રદ કર્યો હોય એવું કેટલીક વાર બન્યું હતું.
“પ્રબુદ્ધ જીવનના તંત્રી તરીકે ચીમનભાઈએ કેટલાક લેખોમાં પોતાના અંગત જીવનનાં સંવેદનો પણ વ્યક્ત કર્યા છે. કેટલાક લેખોમાં એમણે તત્ત્વચર્યા કે ધર્મચર્ચા પણ કરી છે. પોતે કેળવણીના ક્ષેત્ર સાથે પણ સારી રીતે સંકળાયેલા હતા એટલે કેળવણી વિશેના લેખો પણ એમણે લખ્યા છે. કેટલાક લેખોમાં સમાજચિંતન પણ જોવા મળે છે. એમનાં લેખોના ત્રણ સંગ્રહ પ્રગટ થયા છે: (૧) અવગાહન (૨) સમય-ચિંતન અને (૩) તત્ત્વ વિચાર અને અભિવંદના. - હવે શાના ઉપર લેખ લખીશું એવી મૂંઝવણ નિયમિત તંત્રીલેખો લખતા કે કોલમ ચલાવતા લેખકોને થાય છે. તેવી મૂંઝવણ થોડીક ચીમનભાઈને પણ હતી. પંદર દિવસ તો ઘડીકમાં ચાલ્યા જાય. બહારગામ પણ જવાનું થયું હોય કે ઉપરાઉપરી વ્યાવસાયિક કામ પહોંચ્યું હોય અને વિચારવાનો સમય ન રહ્યો હોય ત્યારે આવી મૂંઝવણ તેઓ અનુભવતા. ક્યારેક એકાદ પાનાં જેટલો ટૂંકો લેખ લખીને ચલાવતા. કેટલીક વાર વિષય નવા જેવો લાગે, પણ વિચારોનું પુનરાવર્તન થતું.
પત્રકાર તરીકે, ચીમનભાઈના વિચારો હંમેશાં સ્પષ્ટ રહેતા. એમનું વ્યક્તિત્વ પારદર્શક હતું. પત્રકાર તરીકે તેઓ માનસેવા આપતા હતા. તેઓ આર્થિક દષ્ટિએ સાધનસંપન્ન હતા. એટલે એમના લખાણમાં ક્યાંય ખુશામતનો પડછાયો જોવા ન મળે. તેઓ સ્પષ્ટ, નિર્ભિક અભિપ્રાય આપતા, આપવાની હિંમત દાખવી શકતા, પરંતુ પૂર્વગ્રહ કે દ્વેષથી પ્રેરાઈને તેઓ ક્યારેય લખતા નહિ. ગાંધીયુગના લેખકોની જેમ તેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org