________________
૬ ૨
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
ચીમનભાઈ આઝાદી પછી સૌરાષ્ટ્ર ટ્રસ્ટ, પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા વગેરેમાં મહત્ત્વનો હોદ્દો ધારણ કરવા લાગ્યા અને એથી દૈનિક પત્રકારત્વ સાથે તેઓ વધુ સંકળાવા લાગ્યા. પત્રકારોના પ્રશ્નો વિશે પણ એમનો અભ્યાસ વધ્યો. વખતોવખત તેઓ તે અંગે માર્ગદર્શન આપવા લાગ્યા. આ રીતે દૈનિક પત્રકારત્વ સાથેનો તેમનો સંપર્ક ઉત્તરોત્તર ઘનિષ્ઠ થયો.
રોજેરોજની બનતી ઘટનાઓના સતત સંપર્કમાં રહી શકાય એ માટે દૈનિક વર્તમાનપત્રો અને ઇતર સામયિકોનું એમનું વાંચન વધતું ચાલ્યું. ત્રણચાર કલાકમાં તેઓ અંગ્રેજી અને ગુજરાતી અખબારો બહુ ઝીણવટપૂર્વક વાંચી જતા. વર્તમાન રાજકીય પ્રવાહની કોઈ ઘટના એવી ન હોય કે જે વિશે તેઓ વિગતે જાણતા ન હોય. વળી પોતે અનેક રાજપુરુષોના સંપર્કમાં હોવાને લીધે, અખબારોમાં ન આવી હોય એવી ઘટનાઓ કે એવા પ્રવાહો કે અભિપ્રાયોથી તેઓ માહિતગાર રહેતા. રાજદ્વારી ક્ષેત્રના નેતાઓ સાથેના તેમના સંપર્ક માત્ર મુંબઈ કે ગુજરાત પૂરતા મર્યાદિત ન હતા. બંધારણ સભાના સભ્ય તરીકે અને ત્યારપછી પાર્લામેન્ટના સભ્ય તરીકે અને યુનાઈટેડ નેશન્સ માટેના પ્રતિનિધિ મંડળના સભ્ય થવાને કારણે તેમના સંબંધો અને સંપર્કો અખિલ ભારતીય ધોરણે સ્થપાયા હતા.
ચીમનભાઈની ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રે વધુ શક્તિ ખીલી શ્રી મુંબઈ જૈન યુવક સંઘમાં. શ્રી પરમાનંદભાઈ કાપડિયાના અવસાન પછી એમણે “પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકેની જવાબદારી સ્વીકારી. ત્યારથી આ પાલિકના તંત્રી તરીકે દર પંદર દિવસે એક લેખ લખવાની જવાબદારી એમના માથે આવી. એ માટે એમણે પોતાનું વાંચન પણ વધાર્યું. ‘ટાઇમ', ન્યુઝવિક', “માન્ચેસ્ટર ગાર્ડિયન' જેવાં પત્રો વાંચવા ઉપરાંત બીજા કેટલાંક સામયિકો અને દૈનિક પત્રો અને નોંધપાત્ર ગ્રંથો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org