________________
તીર્થ વિશેનાં ત્રણ ફાગુકાવ્યો
બહુલિ નમઇ બીજુઉરિય, મઉરિય અંબ રસાલ, સહિજ સુભાગહ રુયડલા સૂયડલા ખેલય ડાલ. કામદેવનો પ્રભાવ બહાર ચારે બાજુ ઘણો મોટો પડે છે,પરંતુ જ્યારે તે પાર્શ્વનાથના તીર્થ પાસે ધસમસતો આવે છે અને જાત્રાળુ નારીઓ ઉપર પોતાનો પ્રભાવ પાડવા જાય છે ત્યારે તે પરાજિત થાય છે, કારણ કે ત્યાં આવેલી એ નારીઓનાં ચિત્ત પાર્શ્વનાથની ભક્તિથી ભરેલાં હતાં અને એમની જીભે નવકાર મંત્રનું રટણ હતું. ‘અહીં મારું કામ નહીં, મારે માટે
આ અવસર નથી.' એમ મનમાં વિચારીને પરાજિત થયેલો રતિપતિ છેવટે ભાગી જાય છે. એથી પાર્શ્વનાથ ભગવાનના મહિમાનો ત્યાં જયજયકાર પ્રવર્તે છે.
આમ આ ફાગુકાવ્યમાં કવિએ જીરાપલ્લી પાર્શ્વનાથ તીર્થના મહિમાનું વ્યંજનાપૂર્વક આલેખન કર્યું છે. ચોર ડાકુઓનું જેમ ત્યાં કશું ચાલતું નથી તેમ રતિપતિ કામદેવનું પણ ત્યાં કશું ઊપજતું નથી. આ કથન દ્વારા કવિએ તીર્થનું વાતાવરણ કેટલું શુદ્ધ રહે છે અને એને અશુદ્ધ કરનાર કેવાં દુઃખોનો ભોગ બને છે તેનું સૂચન કર્યું છે.
૧૦૧
(૨) હર્ષકુંજરરચિત રાવણ પાર્શ્વનાથ ફાગ
રાજસ્થાનમાં અલવર શહેરથી ચારેક માઇલ દૂર એક પહાડીની તળેટીમાં રાવણા પાર્શ્વનાથનું પ્રાચીન તીર્થ હતું. આજે તે સ્થળે મંદિરનું માત્ર જીર્ણ ખંડિયેર નજરે પડે છે. પાર્શ્વનાથનાં પ્રતિમાજી એ ખંડિયેર મંદિરમાં નથી.
આ તીર્થ ‘રાવણ પાર્શ્વનાથ', ‘રાવણા પાર્શ્વનાથ', ‘રાવણી પાર્શ્વનાથ’ અને ‘રાવલા પાર્શ્વનાથ’ એમ સહેજ ફેરવાળા ચાર જુદાં જુદાં નામોથી ત્યારે ઓળખાતું હતું. રાવણનું નામ આ તીર્થસ્થળ સાથે કેવી રીતે જોડાયું હશે તે વિશે કોઇકને પ્રશ્ન થાય. જૈન પરંપરાની દંતકથા એવી
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International