________________
૧૦૨
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
છે કે એક વખત રાજા રાવણ અને રાણી મંદોદરીએ, આ રસ્તેથી વિમાનમાં પસાર થતાં હતાં ત્યારે આ સ્થળે મુકામ કર્યો હતો. રાણી મંદોદરીને રોજ જિનપૂજા કર્યા પછી જ ભોજન કરવાનો નિયમ હતો, પરંતુ તેઓ પોતાની સાથે જિનપ્રતિમા લેવાનું ભૂલી ગયાં હતાં. એટલે આ સ્થળે રોકાઈને પાર્શ્વનાથ ભગવાનની વેળુની પ્રતિમા બનાવીને પાર્શ્વનાથ તીર્થકરનું આહવાન કર્યું. ત્યારપછી સંનિધિકરણ, સ્થાપન વગેરેની વિધિ કરી, પછી પ્રતિમાની પૂજા કરી અને ત્યાર પછી તેમણે ભોજન કર્યું. સતી મંદોદરીના શીલનો પ્રભાવ એટલો મોટો હતો કે વેળુનાં એ પ્રતિમાજી ત્યારપછી નકકર પથ્થરનાં બની ગયાં અને કાળક્રમે ત્યાં મોટું તીર્થ વિકસ્યું. આ તીર્થ રાવણા પાર્શ્વનાથ ઉપરાંત “રાવલા પાર્શ્વનાથ' તરીકે પણ જાણીતું હતું, કારણ કે મેવાડના મિત્રવંશી જૈનધર્મી રાણાઓ “રાવલ” તરીકે ઓળખાતા હતા અને રાણા અદ્ભટરાવલે (વિ. સં. ૯૨૨ થી સં. ૧૦૧૦) પોતાના નામ પરથી અહીં જ્યારે નગર વસાવ્યું ત્યારે સાથે સાથે આ તીર્થની સ્થાપના પણ કરી. (અથવા અન્ય મત પ્રમાણે તીર્થનો જીર્ણોદ્ધાર કર્યો). એટલે આ તીર્થ રાણાના નામ પરથી રાવલા પાર્શ્વનાથ' તરીકે પણ લોકોમાં જાણીતું થયું હતું.
અલવર પાસેના આ સુપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ “રાવણ પાર્શ્વનાથ' વિશે અગાઉ જયસિંહસૂરિના શિષ્ય પ્રસન્નચંદ્રસૂરિએ વિક્રમના પંદરમાં શતકમાં એક ફાગુકાવ્યની રચના કરી હતી. ત્યારપછી સાધુરંગ ઉપાધ્યાયના શિષ્ય કવિ હકુંજર ગણિએ પણ આ “રાવણ પાર્શ્વનાથ ફાગ'ની રચના કરી છે. (આ ફાગુની હસ્તપ્રત શ્રી અગરચંદજી નાહટાના સંગ્રહમાં છે.) ચાર પંક્તિની એક એવી એકવીસ કડીની આ રચનામાં અંતે કવિ પોતાને વિશે નિર્દેશ કરતાં લખે છે :
સાધુરંગ વિઝાય સીસ અભિમાન વિછોડી; હર્ષકુંજર ગણિ વિનય કરી, બેઉ કર જોડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org