________________
તીર્થ વિશેનાં ત્રણ ફાગુમાવ્યો
૧૦૩
ફાગબંઘ શ્રી પાસના ફાગણ ચઉમાસઈ, યુણિઉ શ્રી સંઘહ ઉદય કરઉ સુખ સુમતિ પ્રકાસઈ.
આ કાવ્યમાં એની રચના સાલનો નિર્દેશ થયો નથી, પરંતુ ભાષા અને હસ્તપ્રતની લિપિને આધારે આ રચના વિક્રમના સોળમા શતકની મનાય છે. કૃતિમાં કવિએ પોતે નિર્દેશ કર્યો છે તે પ્રમાણે ફાગણ સુદ ૧૪ થી શરૂ થતી ફાગણ ચોમાસામાં એમણે આ રચના કરી છે. એમણે રચના ફાગુબંધમાં કરી છે અને તેમાં વસંતવર્ણન વણી લીધું છે. એ દષ્ટિએ આ રચના “ફાગુ' તરીકે ઓળખાય છે.
કાવ્યના આરંભમાં કવિએ રાવણ પાર્શ્વનાથ તીર્થના નૈસર્ગિક વાતાવરણનું વર્ણન કર્યું છે. ત્યારપછી કવિએ મંદિરની શોભા અને પાર્શ્વનાથની પ્રતિમાની ભવ્યતા દર્શાવી છે.
કાવ્યના વર્ણન પ્રમાણે આ મંદિરનું શિલ્પ દેવોના નલિની ગુલ્મ વિમાનના આકારનું છે. મંદિરમાં સ્તંભો, મંડપો, તોરણો, શિલ્પાકૃતિઓ, શિખર, કલશ, દંડ, ધજા વગેરેની શોભાનું વર્ણન કરતાં કવિ લખે છે :
નલણી ગુલમ વિસ્વાસ ઠાણ ઉપસમ સે છાજઈ; તોરણ થંભા પૂલી એ નાટક નવ નાચઈ. આમલસારઉ સિખર કલસ સોવનમાં સોહઈ; દંડ મનોહર ધજા ચીર ચતુરાં મન મોહઈ.
મંદિરમાં મંડપે મંડપે જે કોતરણી છે તે ચિત્તહર છે. એનો થડાબંધ ધર્મને સ્થિર કરનારો છે. એનું ગર્ભદ્વાર મોહરૂપી તિમિરને દૂર કરનારું છે. રાવણ તીર્થમાં બિરાજમાન પાર્શ્વનાથ જિનેશ્વર ભગવાન જગમાં જયવંતા છે. કવિએ આ રીતે મંદિરના મહત્ત્વના વિભિન્ન ભાગોની લાક્ષણિકતામાંથી ધાર્મિક તત્ત્વ તારવીને એનો મહિમા દર્શાવ્યો છે. જુઓઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org