________________
૧૦૪
સાંપ્રત સહચિંતન – ભાગ ૯
--
મંડપ મંડપિ કોરણી એ ચિત મોરઉ લીગ઼ઉ; થડાબંધ થિર થાપીથઉં એ ધર્મ અણઉ. મૂલ-ગંભારઇ મોહ તિમિર દિણ પરઉ દિવર્તઉં; રાવણ પાસ જિણંદ, રાઉ જંગ જસ જયવંતઉ.
આ તીર્થની યાત્રાએ લોકો જે સમયે છે આવે તે સમય વસંતનો છે. આ રીતે વસંતનું આલેખન કરવાની તક ઝડપી લઇ કવિ કાવ્યના ‘ફાગુ’ નામને યથાર્થ કરવા ઇચ્છે છે.
વસંતમાં આંબો, કદંબ, જાંબૂ, ચંપો, બકુલ, નારંગી, બિજોરી વગેરે વનસ્પતિ વિકસે છે; ભમરાઓ રુણઝુણ કરવા લાગે છે; કોયલ પંચમ રાગ રેલાવે છે. કવિએ કરેલું આવું કેટલુંક વર્ણન પરંપરાનુસારી છે. અહીંનું વાતાવ૨ણ પ્રોત્સાહક છે, પરંતુ એ પ્રોત્સાહ જિનભક્તિનો છે એમ કવિ સૂચવે છે. કોયલ પંચમ રાગે ગાય છે તે જિનેશ્વર ભગવાનના ગુણ ગાય છે. (‘કોયલ પંચમ રાગ રંગ મિલિ જિનગુણ ગાએ.') કવિએ આ રીતે પ્રકૃતિનાં તત્ત્વોમાં પણ પોતાની ધર્માનુરાગી દષ્ટિનું સુભગ અને ઉચિત ભાવારોપણ કર્યું છે.
અહીં આવેલી યુવતીઓ આંબાડાળે પોતાની સખીઓ સાથે હિંડોળે હીંચે છે, પરંતુ તે સમયે તેઓ જે ગીતો ગાય છે તે તો શ્યામવર્ણા પાર્શ્વજિનેશ્વરનાં જ છે.
યુવતીઓ વાપીમાં સ્નાન કરતાં કરતાં એકબીજા સાથે પાણી ઉડાડી રમે છે અને ત્યારપછી પ્રભુપૂજા માટે તેઓ સજ્જ થાય છે. ખડોખલીય મજારિ નીર ખેલઇ રામતિ રામા;
ન્હાયઇ ઘોઇ પ્રભુ પૂજિસ્યાં એ રાવણ નામો.
કવિએ આ રીતે વસંતની વિવિધ સામગ્રીનું આલંબન લીધું છે, પરંતુ તેનો વિનિયોગ પ્રભુભક્તિ માટે કર્યો છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org