________________
તીર્થ વિશેનાં ત્રણ ફાગુકાવ્યો
૧૦૫
સ્નાન વગેરેથી પરવારીને પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરવા માટે તરુણીઓએ ઉત્તમ વસ્ત્રો પરિધાન કયાં છે. કવિ વર્ણવે છેઃ
પહિર પટોલી પંચ વર્ણ ભાઈ લાખાણી; સિરિ નવરંગ ચૂનડી એ સોઈ અતિ ઝીણી, હિયઈ હાર નવસરઉ સાર મુગતાફલ સુંદર; કાને કુંડલ ઝગમગઈ એ કિર સૂરજ સહિર.
યુવતીઓનું આ વર્ણન કરતાં કવિ લખે છે કે તેઓએ મણિરત્નયુક્ત મેખલા પહેરી છે; તેમની ઘૂઘરીઓનો રણકાર વાતાવરણને ભરી દે છે છે; એમના પગમાં નુપૂર રણઝણી રહ્યાં છે.
ફાગુમાં પાર્શ્વનાથનાં પ્રતિમાજીની પૂજાવિધિનું પણ કવિએ સવિગત વર્ણન કર્યું છે. પૂજા માટે ચંદન, કેસર વગેરે સુગંધી દ્રવ્યોથી કચોળી ભરીને યુવતીઓ સવારે મંદિરમાં આવી પહોંચે છે. કવિ લખે છેઃ
બાવન ચંદન ઘસિ કરી એ કેસરઈ સુરંગ; મેલી માહિ કપૂર ચૂર નિર્મલ જસુ ગંગ. ભાવ ભગતિ રવિ ઉગતઈએ ભરિ રતન ક્યોલી; કસ્તુરી રસ સુરભિ બહુલ દ્રવ માટે ભેલી.
સુગંધી દ્રવ્યો ઉપરાંત પુષ્પ-પૂજા માટે કુંદ, મચકુંદ, બકુલ, મોગરો, કેતકી ઇત્યાદિ વિવિધ પ્રકારનાં પુષ્પો અને એની માળાઓ લાવવામાં આવે છે. તેનું સવિગત વર્ણન કવિ કરે છે.
તીર્થકરની પ્રતિમાનીદ્રવ્યપૂજા કર્યા પછી ભાવપૂજા થાય છે; સ્તુતિની સાથે સાથે ક્યારેક ઉલ્લાસપૂર્વક નૃત્ય વગેરે પણ થાય છે. કવિએ સ્તુતિ, નૃત્ય વગેરેના વર્ણનને કાવ્યમાં ગૂંથી લીધું છે.
આમ કવિ હર્ષકુંજરગણિએ રાવણ પાર્શ્વનાથની તીર્થયાત્રાનું અને એના મહિમાનું સરસ આલેખન આ કાવ્યમાં કર્યું છે. કાવ્યતત્ત્વની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org