________________
૧૦૬
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ દષ્ટિએ જોઈએ તો અગાઉ લખાયેલી પ્રસન્નચંદ્રસૂરિની આ વિષયની ફાગુકૃતિ કરતાં કેટલીક વિશેષ ચમત્કૃતિ હર્ષકુંજરરચિત આફાગુકાવ્યમાં જોવા મળે છે. (૩) સમયવકૃત ખીરિયમંડણ પાર્શ્વનાથ ફાગુ
પંદર કડીમાં લખાયેલા, અદ્યાપિ અપ્રસિદ્ધ આ ફાગુના કર્તા છે કવિ સમયધ્વજ. તેઓ ખરતરગચ્છના હતા. તેમણે સં. ૧૬૧૧માં “સીતા ચોપાઈ' નામની રાસકૃતિની રચના કરી છે.
સમયધ્વજે પોતાના આ કામુકાવ્યમાં પોતાના ગુરુઓનો ઉલ્લેખ કર્યો છે તે અનુસાર જિનતિલકસૂરિના શિષ્ય જિનરાજસૂરિ અને એમના શિષ્ય સાગરતિલકના તેઓ શિષ્ય હતા. તેઓ લખે છે :
નામિતિ શ્રી સાગરતિલક તસુ સીલ થરંતઉ સમયધુજ બહુમતિ ભાઈ વહુ ફાગુ ભણંત. (૧૪)
સમયધ્વજે આ ફાગુકાવ્યમાં એની રચનાતાલનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ હસ્તપ્રતની લખ્યામાલ અને અન્ય સંદર્ભ જોતાં વિક્રમના સોળમા શતકમાં એની રચના થયેલી જણાય છે.
ફાગુકાવ્યનું શીર્ષક સૂચવે છે તે પ્રમાણે “ખીરિય” નામના તીર્થના મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનો મહિમા એમાં ગવાયો છે. તે સમયે સુપ્રસિદ્ધ બનેલા એ તીર્થનાં દર્શન કરવા માટે સંઘ નીકળે છે એ પ્રસંગને અનુલક્ષી કવિ વસંત ઋતુનું વર્ણન અને નરનારીઓનું વર્ણન ફાગુ કાવ્યની પરંપરાગત શૈલીથી કરે છે.
અહિ ચાલિઉ સંઘ સુવિવિહ ભંતિ રિતુરાઉ વસંતો, પુસ્લિય તહ વસરાઈ થાઈ આનંદ અનંતો.
કોયલના મધુર ટહુકાર, મધુકરનું ગુંજન, ચંપક, કેતકી, જાઇ, રાયણ, બકુલ વગેરેથી મધમધતું નૈસર્ગિક વાતાવરણ ઇત્યાદિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org