________________
તીર્થ વિશેનાં ત્રણ ફાગુકાવ્યો
નિરૂપણ સાથે કવિ નારીસૌન્દર્યનું વર્ણન બાહ્ય અલંકારો અને પ્રસાધનો ગણાવીને આ પ્રમાણે કરે છે :
અહ કાનિહિ કુણ્ડલ ઝગમગએ સિરિ સિંદુર રેહા; કણતિ કંકણ બલય બાહુ જસ સોમ સનેહા. પાયહ નેવર રુષ્ણઝુષ્કૃતિ અરુ તિલકુ દિપંતિ; મુખહ તંબોલુ સુરંગ દંત જણુ દાડિમ કંતિ.
તીર્થયાત્રા નિમિત્તે વસંતવર્ણન અને નારીવર્ણન કરીને પછી કવિ પાર્શ્વનાથ ભગવાનના જીવનની આછી રેખા આપે છે. તેમાં પાર્શ્વનાથનાં માતા વામાદેવીને, પાર્શ્વનાથ જ્યારે ગર્ભાવસ્થામાં હતા ત્યારે, જે ચૌદ સ્વપ્ન આવે છે અને અશ્વસેન રાજા તે સ્વપ્નોનો અર્થ સમજાવે છે તેનો નિર્દેશ કવિએ કર્યો છે.
એક દિવસ સયની યા ન નિદ્રા ભરિ પૂરિય,
ચવદહ સુમિણા અતિ વિસાલ પિક્ચઇ સા રયણી. તકિખણી ઊઠઇ મનહં રંગિ ચાલઇ ગયગમની; આવિય રાયહ પાસિ જામ પેખઇ મૃગનયણી.
પાર્શ્વનાથનાં જન્મ, નામકરણ, ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં એમણે આચરેલ દાનધર્મ, તપશ્ચર્યા ઇત્યાદિનું વર્ણન કરી કવિ ખીરિયમંડણ પાર્શ્વનાથના તીર્થનો મહિમા વર્ણવે છે.
૧૦૭
કાવ્યતત્ત્વની દૃષ્ટિએ આ ફાગુકાવ્યનું જેટલું મૂલ્ય છે તેથી વિશેષ મૂલ્ય તીર્થના મહિમાની દષ્ટિએ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org