________________
ફાધર બાલાશેર મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ રેવન્ડ ફાધર મે&િઓર બાલાગેરનું હૈદરાબાદમાં લગભગ ૯૭ વર્ષની વયે તા. ૮મી માર્ચ ૧૯૯૭ના રોજ અવસાન થયું. છેલ્લાં કેટલાક સમયથી તેઓ માંદગીના બિછાને હતા. તેઓ પોતાના મૃત્યુના આગમનની સ્વસ્થતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા ! તેમણે શાંતિપૂર્વક દેહ છોડ્યો. એમના અવસાનથી ભારતને જીવન સમર્પિત કરનાર એક વિદેશી મિશનરી સમર્થ શિક્ષણશાસ્ત્રીની ખોટ પડી છે.
ફાધર બાલાગેરને શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં એક સભાનું આયોજન થયું હતું. સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ફાધર બાલાગેરના સમયમાં મેં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે કામ કર્યું હતું અને ફાધર બાલાશેર સાથે મારે સારી આત્મીયતા હતી. એટલે એ સભામાં હું ગયો હતો. એમાં ફાધરના વખતના જૂના માણસો તો આંગળીના વેઢે ગણાય એટલા હતા. ૧૯૫૦-૬૦ના ગાળામાં મુંબઈમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે બહુ મોટું નામ અને માન ધરાવનાર, હજારો વિદ્યાર્થીઓના અત્યંત પ્રિય પ્રિન્સિપાલની શ્રદ્ધાંજલિ સભામાં જૂના વખતના માણસો ઓછા આવે તે સ્વાભાવિક હતું, કારણ કે નિવૃત્ત થયા પછી ઘણાં વર્ષોથી ફાધર મુંબઈછોડી સિકંદરાબાદમાં રહેતા હતા. મુંબઈ સાથે તેમનો કોઈ સંપર્ક રહ્યો નહોતો. ફાધરે ઘણું સારું દીર્ધાયુષ્ય ભોગવ્યું. એમના સક્રિય જાહેર જીવનના કાળની ઘણી વ્યક્તિઓનું જીવન સમેટાઈ ગયું હતું. એમને જાણનારા ઓછા અને ઓછા થતા ગયા હતા.
ફાધર બાલાગેરને જ્યારે ૯૦ વર્ષ પૂરાં થયાં ત્યારે એમનું બહુમાન કરવા માટે મુંબઈની ઝેવિયર્સ કૉલેજમાં એક ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. ફાધર બાલાગેર સિકંદરાબાદથી ખાસ આવ્યા હતા. ત્યારે જૂના વખતના અધ્યાપકોમાંથી ઘણા આ કાર્યક્રમમાં આવ્યા હતા. ફાધર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org