________________
૧૦૦
સાંપ્રત સહચિંતન -- ભાગ૯
સરલિય અંગિ લતા જિમ, તાજિમ નમતીય વાંકિ, સોરઠણી મનિ ગઉલિય, કલિય માનિ જ લાંકિ.
સામલડી ઘણ મારુય, વાર્ય નયણ તરગિ, હાવભાવ નવિ જાણઈ, આણ પુણિ મનુ રગિ.
સિંધુય સહજિ સભાગિય, જાગિય લવણિમ ખાણિ, અંગિ અનોપમ ચોલિય, ભોલિય વચન વિનાણિ. વિવિધ પ્રદેશોમાંથી આવેલી નારીઓ આ તીર્થભૂમિમાં સાથે મળીને ખેલે છે, આનંદપૂર્વક નાચે છે, પાર્શ્વનાથના ગુણ ગાય છે. એમના હૈયામાં આનંદ સમાતો નથી.
નારીઓનું વર્ણન કર્યા પછી કવિ વસંત ઋતુનું આગમન વર્ણવે છે. ફાગુકાવ્યની શૈલીએ કવિ અહીં રતિ અને કામદેવ વચ્ચે સંવાદ મૂકે છે. રતિ કામદેવને કહે છે, “તું મનમાં ગર્વન આણ. પાર્શ્વનાથના ભવનમાં, જીરાપલ્લી તીર્થક્ષેત્રમાં તું ગમે તેટલા આવેગથી તારો પ્રભાવ પાડવા જશે તો પણ તારી સર્વ રીતિનો ત્યાં લોપ થશે.” પરંતુ કામદેવ તો અભિમાનપૂર્વક ત્યાં આવીને વસંત ઋતુને ખીલવે છે. કવિ આ પ્રસંગે વસંત ઋતુમાં ખીલેલી વનશ્રીનું આલેખન કરે છે. અલબત્ત, આંતરયમયુક્ત આ આલેખન ઘણુંખરું જૂની પરિપાટી પ્રમાણેનું છે. કવિ લખે છે:
ગિરિવરિ ગિરિવરિ, પુર પુરિ, વનિ વનિ પરમલ સાહ, દીસઈ વિસઈ જણસઈ, વણસઈ ભાર અઢાર.
વાજઈ ઝુણિ અલિ કેરિય, ભરિય પ્રથમારંભિ, પાન તણાં મિસિ ઊડિય, ગૂડિય કદલિય થંભિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org