________________
તીર્થ વિશેનાં ત્રણ ફાગુકાવ્યો
૯૯
કાવ્યને અંતે કવિએ સ્તંભન પાર્શ્વનાથ, શેરીષા પાર્શ્વનાથ, ફલોધિ પાર્શ્વનાથ, કરેડા પાર્શ્વનાથ, શંખેશ્વર પાર્શ્વનાથ, પંચાસરા પાર્શ્વનાથ, ચિંતામણિ પાર્શ્વનાથ, નવપલ્લવ પાર્શ્વનાથ, નવખંડા પાર્શ્વનાથ વગેરે પાર્શ્વનાથનાં તીર્થોનું સ્મરણ કરીને તેમના મહિમાનો નિર્દેશ કર્યો છે.
જીરાપલ્લી પાર્શ્વનાથનો મહિમા કવિએ પતિ-પત્નીના સંવાદ રૂપે મૂક્યો છે. ૮૪ પ્રકારના નરનાયકો, બહાદુર સૈનિકો અને ચોરડાકુઓ પણ પાર્શ્વનાથ ભગવાનની આણ માને છે. પોતાના ચોર પતિને પત્ની કહે છે કે, “જીરાપલી પાર્શ્વનાથના ક્ષેત્રમાં તું પાપાચરણ કરીશ તો તારા પ્રાણ જશે.'
ઘરણિ ભણઈ – સુણિ ચોરલા, મોરલા વયણ અયાણ, પાસ પહિય મન તૂકિસિ, ચૂંકિસિ ટૂ નિજ પ્રાણ.
જઈ પ્રભુ થિ બહેતડા, કંથડા પાડસિ વાટ, આપણાઉં દુષિ પાડસિ, પાડસિ અ૭ વય વાટ,
જીરાપલ્લી તીર્થનો મહિમા એટલો મોટો હતો કે એની યાત્રાએ આવતા લોકોને રસ્તામાં લૂંટવાની હિમ્મત ચોરડાકુઓ કરતા નહિ.
આ તીર્થની યાત્રાએ ભારતભરમાંથી માણસો આવતા. (અને હજી પણ આવે છે.) કવિએ આ નિમિત્તે ફાગુને અનુલક્ષીને ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, સિંધ પ્રદેશ અને દક્ષિણ પ્રદેશમાંથી યાત્રાએ આવતી નારીઓની લાક્ષણિકતાઓનું જે વર્ણન કર્યું છે તે આ કૃતિની એક વિશિષ્ટતા છે. તેમાંથી કેટલીક પંક્તિઓ જ જુઓ:
ગૂજરડી ગુણવંતિય, તૃતિય સર અવતારિ, મધુર વયણ જવ બોલઈ, તોલાઈ કુણ સંસારિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org