________________
૯૮
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
ચઉદ બત્રીસઈ સંવતિ, સંમતિ લે ગુરુ પારિ, જીરાઉલિપતિ ગાઈઉં, છાઈઉ જગ જસવાસિ.
પાસહ ફાગુ સુ નંદઉં, જા અભિરામુ, સોહઈ મેરુ સુનંદલ, નંદ મુનિજન વાયુ.
મેરુનન્દન ખરતરગચ્છના જિનોદયસૂરિના શિષ્ય હતા. એમણે પોતાના ગુરુ વિશે સંવત ૧૪૩૨માં “જિનોદય વિવાહલઉ' નામની કૃતિની રચના કરી હતી. આ ઉપરાંત એમણે સુપ્રસિદ્ધ “અજિત શાંતિ સ્તવન'ની રચના પણ કરી છે.
કાવ્યકૃતિનું શીર્ષક જ સૂચવે છે તે પ્રમાણે આ ફાગુ તીર્થ વિષયક છે. આબુ પાસે આવેલું જીરાવલા (જીરાપલ્લી) પાર્શ્વનાથ નામનું તીર્થ આજે પણ જૈનોમાં સુપ્રસિદ્ધ છે.
એ જીરાપલ્લી તીર્થનો મહિમા વર્ણવવાને નિમિત્તે કવિએ આંતરયમકવાળા દોહાની ૬૦ કડીની આ રચના કરી છે. સરસ્વતીદેવીનું સ્મરણ કરીને અને પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરીને કવિ જીરાવાલા પાર્શ્વનાથનો મહિમા ગાવા માટે પ્રવૃત્ત થાય છે.
આરંભમાં જ કવિ પાર્શ્વનાથ તીર્થંકરના જીવનનો પરિચય આપે છે. અશ્વસેન રાજા અને વામાદેવીના પુત્ર પાર્શ્વકુમારે અગ્નિમાં બળતા નાગને બચાવી લીધો અને એને નવકાર મંત્ર સંભળાવી એનો ઉદ્ધાર કર્યો હતો.
પાર્શ્વનાથ ભગવાની આરાધના ચમત્કારભરી મનાય છે. જ્યાં જ્યાં જિનમંદિરમાં મૂળ નાયક તરીકે – મુખ્ય ભગવાન તરીકે પાર્શ્વનાથનાં પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હોય અને એ તીર્થ એના ચમત્કારોને કારણે સુપ્રસિદ્ધ બની ગયું હોય એવાં તીર્થોમાં જીરાપલ્લી ગામમાં પ્રતિષ્ઠિત થયેલ પાર્શ્વનાથનું તીર્થ પણ સુપ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org