________________
તીર્થ વિશેનાં ત્રણ ફાગુકાવ્યો
ફાગણ અને ચૈત્ર એ વસંત ઋતુના મહિના છે. ફાગણ સુદ ચૌદસ એ ફાગણ ચોમાસી ચૌદસ તરીકે એટલે કે મોટી પતિથિ તરીકે જૈનોમાં ઓળખાય છે. ફાગણ સુદ તેરસે શ્રી શત્રુંજય તીર્થની પરિક્રમા કરવાનો મહિમા છે. ચૈત્ર સુદ તેરસ એ ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતીનો દિવસ છે. ચૈત્રી પૂનમે શત્રુંજયની તીર્થયાત્રા કરવાનો મહિમા છે. આમ ફાગણ અને ચૈત્ર એ બે પવિત્ર માસ દરમિયાન મોટી તીર્થયાત્રાનું મહત્ત્વ જૈનોમાં સ્વીકારાયેલું છે. અન્ય માસમાં પણ વિવિધ તીર્થોની યાત્રાનો મહિમા છે.
વસંતઋતુ એટલે હોળીનો ઉત્સવ. વસંતઋતુ એટલે ફાગ ખેલવાના દિવસો. વસંત ઋતુ એટલે કામદેવની ઋતુ. વસંતઋતુના વર્ણન નિમિત્તે કવિઓ શૃંગારરસિક કવિતા લખતા આવ્યા છે.
મધ્યકાળમાં કેટલાક જૈન સાધુ કવિઓએ ફાગુકાવ્યોની રચના કરી છે. સાધુકવિ રહ્યા એટલે સંયમનો મહિમા જ ગાય. કેટલાક કવિઓએ તીર્થયાત્રાનો વિષય લઇ, વસંતઋતુનું વર્ણન કરી, કેટલાંક મનોહર શબ્દચિત્રો આલેખી, તીર્થયાત્રા અને પ્રભુભક્તિને જ મુખ્યત્વે પોતાનાં ફાગુકાવ્યમાં વર્ણવી છે. તીર્થ વિશેનાં એવાં કેટલાંક ફાગુકાવ્યોમાંથી (૧) મેરુનંદનકૃત ‘જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ', (૨) હર્ષકુંજરરચિત ‘રાવણ પાર્શ્વનાથ ફાગ’ અને (૩) સમયધ્વજકૃત ‘ખીરિય મંડણ પાર્શ્વનાથફાગ’ એ ત્રણ તીર્થ વિશેનાં ફાગુકાવ્યો અહીં આપણે જોઇશું. આ ત્રણે તીર્થોમાં મૂળ નાયક તરીકે તેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન છે.
(૧) મેરુનન્દનવૃત જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ
કવિ મેરુનન્દન ઉપાધ્યાયે સંવત ૧૪૩૨માં ‘જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ'ની રચના કરી છે. કાવ્યને અંતે તેમણે તે વિશે નીચે પ્રમાણે નિર્દેશ
કર્યો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org