________________
સાંપ્રત સહચિંતન – ભાગ ૯
શું દેવદેવીઓની આરાધના અનિવાર્ય છે ? શું દેવદેવીઓની આરાધના વગર માણસ આત્મકલ્યાણ ન સાધી શકે ? શું વિશુદ્ધ આત્મસ્વરૂપની ઉપાસનામાં દેવદેવીની માનતા બાધારૂપ ન બને ? શું દેવદેવીની આરાધના માણસને પુરુષાર્થહીન ન બનાવી દે? શું કોઇ એક જ દેવતા અથવા એક જ દેવીની આરાધના કરવી જોઇએ કે એક કરતાં વધુ દેવદેવીની આરાધના કરી શકાય? આ અને આવા બીજા ધણા પ્રશ્નો ઊઠી શકે. તત્ત્વ-સિદ્ધાન્તની વિશદ સમજ, વર્તમાન જીવનમાં સુખદુઃખના વિષમ અનુભવો અને અસહાય, લાચાર સ્થિતિ, જીવનું પોતાનું આત્મિક વિકાસનું સ્તર, દઢમૂલ શ્રદ્ધાની નિર્મળતાની તરતમતા, અંગત અનુભવો દ્વારા થતી પ્રતીતિ ઇત્યાદિ ઘણાં બધાં અંગો આ પ્રશ્નોના ઉત્તરમાં ભાગ ભજવી શકે. એટલે વ્યક્તિએ પોતે પોતાની શ્રદ્ધા અને અનુભવને આધારે પોતાનો નિર્ણય કરી લેવો ઘટે. અકારણ અશ્રદ્ધાથી કે અંધશ્રદ્ધાથી પોતે પીડિત તો નથી ને એ પોતાની જાતને જ એકાંતમાં પૂછીને તપાસી લેવું જોઇએ.
૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org