________________
શ્રી માણિભદ્રવીરની સહાય
માણિભદ્રવીરની સહાયથી પ્રાપ્ત થયો. મેટ્રિકની પરીક્ષા પછી હોસ્ટેલમાં રહેવા જતાં કેટલાંક વર્ષ આ આરાધનામાં ઘણી અનિયમિતતા આવી ગઇ હતી.
શ્રી માણિભદ્રવીરની આરાધના માટે પાદરામાં આવેલા એસ્થાનકનો પ્રભાવ કંઇક જુદો જ હતો. બે સૈકા અગાઉ કોઇ આરાધક યતિશ્રીએ એની સ્થાપના કરેલી એ એનું એક મહત્ત્વનું કારણ હતું.
૯૫
કેટલાંક વર્ષ પછી મુંબઇમાં અમને સાંભળવા મળ્યું કે પાદરામાં જુદી જુદી જ્ઞાતિના આપસના વેરભાવને લીધે કોઇક રાતને વખતે શ્રી માણિભદ્રવીરની મૂર્તિ ઉપાડીને લઇ ગયું. હાહાકાર થઇ ગયો. અમને પણ બહુ આધાત લાગ્યો. કોણ લઇ ગયું ? ક્યાં લઇ ગયું ? એનું શું કર્યું ?-આ વાતનો ભેદ ક્યારેય ઉલ્યો નહિ, પણ ત્યારથી નવધરીની જાણે દશા બેઠી હોય એમ એની જાહોજલાલીનું તેજ ઓછું થઇ ગયું.
ત્યારપછી ઘણાં વર્ષે દેરાસરીમાં આવેલા શ્રી શાન્તિનાથ ભગવાનના દેરાસરમાં, બહારના ભાગમાં શ્રી માણિભદ્રવીરની ફરી સ્થાપના થઇ. સાથે ઘંટાકર્ણ વીરની પણ સ્થાપના થઇ. એમ બે દેરીઓ બાજુ બાજુમાં થઇ. નવધરીના નાકે આવેલો ઉપાશ્રય અને શ્રી માણિભદ્રવીરનું સ્થાનક એ બંને જીર્ણ થતાં તે તોડીને ત્યાં નવો વિશાળ ઉપાશ્રય બનાવવામાં આવ્યો.
આમ, પાદરામાં શ્રી માણિભદ્રવીરની નવી મૂર્તિની સ્થાપના પછી, આરાધના પાછી વેગવાળી થઇ, પરંતુ મૂળ સ્થાનક અને મૂળ મૂર્તિનો મહિમા કંઇક જુદો જ હતો.
મારા બાળપણના આરાધ્ય દેવતા શ્રી માણિભદ્રવીરની એ મૂર્તિ મને જીવનમાં ફરી ક્યારેય જોવા નથી મળી, પરંતુ એ માટેની મારી શ્રદ્ધા તસુભાર પણ ઓછી નથી થઇ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org