________________
૯૪
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ ધરી રાખવાનું રેવાબા કહેતી. પછી અંગૂઠામાં ધારી ધારીને જોવા સાથે મને બોલવાનું કહેતી, “હે માણિભદ્ર દાદા ! અમારા આંગણે પધારો. અમે કચરો કાઢી, પાણી છાંટી આંગણું ચોખ્ખું કર્યું છે.' પછી બા મને પૂછતી, “તને અંગૂઠામાં કંઈ હાલતું ચાલતું દેખાય છે?'
જો દેખાય તો હું હા કહું અને ન દેખાય તો ના કહું. હા કહું તો પૂછે કે “હાથી ઉપર બેસીને કોઈ આવતું દેખાય છે !'
જો દેખાય અને હું હા કહું તો મને બોલવાનું કહે, “હે માણિભદ્ર દાદા, અમારા આંગણે બિરાજમાન થાવ.
એ પ્રમાણે થયા પછી બા કહે, “હવે બોલ, હેમાણિભદ્રદાદા, અમારા ઉપર પરસન થાઓ ! અમારું દાળદર (દારિત્ર્ય) મટાડો ! મારા દાજી (પિતાશ્રીને અમે દાજી કહેતા) ને સારી નોકરી અપાવો.'
આ રીતે બાની સૂચના પ્રમાણે ત્રણેક વખત શ્રી માણિભદ્રવીરની આરાધના કરી હશે. બા પોતે પણ સ્થાનકમાં જઇ રોજ દીવો કરી આવતી. એવામાં પિતાશ્રીને વડોદરા જવાનું થયું. સાંજે પાછા ફર્યા ત્યારે તેઓ ખુશખબર લાવ્યા કે મુંબઈમાં એમને માટે નોકરીનું નક્કી થઈ ગયું છે. આખા કુટુંબે હવે મુંબઈ જઈને વસવાનું છે.
પિતાશ્રીએ મુંબઈ જઈ નોકરી ચાલુ કરી. થોડા વખત પછી પોતે પાદરા આવ્યા. ઘર સંકેલી અમારું આખું કુટુંબ મુંબઈ આવીને વસ્યું. ઇ.સ.૧૯૩૭ની આ વાત છે.
મુંબઈ જવાનું નક્કી થતાં, પાદરાની સરકારી હાઈસ્કૂલમાં ભણવાને બદલે, પ્રાથમિકચોથા ધોરણ પછી મુંબઈની સ્કૂલમાં ભણવાનું મારું ચાલુ થયું.
મુંબઈમાં આવી રોજ સવારે નાહી, સ્વચ્છ વસ્ત્ર પહેરી શ્રી માણિભદ્રવીરને દીવો કરવાનું મારું કાર્ય સાતેક વર્ષ નિયમિત ચાલ્યું. મેટ્રિકની પરીક્ષામાં એ વખતે બહુ કઠિન ગણાતો ફર્સ્ટ કલાસ પણ શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org