________________
શ્રી માણિભદ્રવીરની સહાય
કરી. એ સાંભળી એને પણ બહુ હરખ થયો. તે બોલી, “મેં નહોતું કહ્યું કે શ્રી માણિભદ્રવીર દાદા હાજરાહજૂર છે.” આટલું બોલતાં બોલતાં તો તેની આંખમાં હરખનાં આસું આવી ગયાં.
બાની સૂચના પ્રમાણે હું બજારમાંથી શ્રીફળ અને પેંડા લઈ આવ્યો. બા મને શ્રી માણિભદ્રવીરના સ્થાનકે લઇ ગઇ. દીવો કર્યો, શ્રીફળ વધેર્યું. પેંડા ધરાવ્યા. મારા જીવનની આ એક યાદગાર ઘટના બની ગઈ. એનાં સંસ્મરણો મારા ચિત્તમાં દઢપણે અંકિત થઈ ગયાં. જ્યારે પણ આ પ્રસંગ યાદ કરું ત્યારે રોજ દીવો કરવા જવું, પરીક્ષા આપવી, ઈનામનો મેળાવડો, વિષ્ણુભાઈ માસ્તરનો વાંધો, પરિણામનું રજિસ્ટર મંગાવવું વગેરે દશ્યો નજર સામે તરવરે છે.
શ્રી માણિભદ્રવીરની મારી માનતા બરાબર ફળી એટલે માતા રેવાબાની શ્રદ્ધા વધારે દઢ થઈ. એ દિવસોમાં અમારું કુટુંબ ગંભીર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું હતું. પરંતુ રેવાબાને પૂરી શ્રદ્ધા હતી કે આવા કપરા દિવસોનો જલદી અંત આવશે.
એ દિવસોમાં રેવાબાએ બીજો એક વિપ્રિયોગ પણ મારી પાસે કરાવેલો. સ્નાન કરી, સ્વચ્છ કપડાં પહેરી હું એક પાટલા ઉપર બેસતો. ભીંત પાસે બીજા એક પાટલા ઉપર એક શ્રીફળ મૂકી તેના ઉપર કંકુના ચાંલ્લા સૂચના પ્રમાણે હું કરતો. ઘીનો દીવો કરતો. પછી મારા જમણા હાથના અંગૂઠાના નખ ઉપર રેવાબા લાડાની મેંશ લગાડતી. પછી એના ઉપર ઘી ચોપડતી. મારા બીજા અંગૂઠાથી એ અંગૂઠો ઘસીને ચકચકિત હું કરતો. પ્રતિબિંબ દેખાય એવો એ ચકચકિત થતો.
ઓરડો બંધ રાખવામાં આવતો. એથી ઉજાસ ઓછો થઈ જતો. અમારા બે સિવાય બીજું કોઈ ત્યાં રહેતું નહિ. પાટલા ઉપર પલાંઠી વાળીને હું બેસતો. જમણા હાથનો કાળો ચકચકિત અંગૂઠો નજર સામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org