________________
૯૨
સાંપ્રત સહચિંતન -- ભાગ
રમણલાલ ચીમનલાલ. મારું નામ સાંભળી હું આશ્ચર્યચક્તિ થઈ ગયો. શ્રી માણિભદ્રવીરની માનતા ફળી. ઇનામ લેવા હું હસતો હસતો અમલદાર પાસે પહોંચ્યો. ત્યાં અમારા વર્ગશિક્ષક વિષ્ણુભાઈ ઊભા થયા અને બોલ્યા, “નામ લખવામાં કંઈ ભૂલ થઈ લાગે છે. બીજો નંબર મૂળચંદ નાનાલાલનો છે. દર વર્ષે એ છોકરો જ બીજા નંબરે આવે છે. અને આ છોકરો તો ત્રીજા નંબરે આવે છે.”
મુનીએ કહ્યું, “પણ સાહેબ, આમાં બીજા નંબરે રમણલાલ ચીમનલાલનું નામ લખ્યું છે. પરિણામના રજિસ્ટરમાંથી જ આ ઉતારવામાં આવ્યું છે.”
એમાં ચોકકસ કંઈક ભૂલ લાગે છે. પરીક્ષા તો મેં લીધી છે ને?'
ત્યાં અમલદાર બોલ્યા, પરિણામનું રજિસ્ટર જ મંગાવોને, એટલે વાતનો ફેંસલો આવે.”
અમલદારે મને આપવાનાં પુસ્તકો પાછાંટેબલ પર મૂક્યાં. પોતે બેસી ગયા. હું પણ મારી જગ્યાએ જઈને બેઠો. કાર્યક્રમ થોડીક વાર માટે સ્થિગિત થઈ ગયો. વિદ્યાર્થીઓમાં ગણગણાટ ચાલુ થયો.
તરત પટાવાળાને રજિસ્ટર માટે દોડાવવામાં આવ્યો. રજિસ્ટર આવ્યું.મુનીમેતે વિષ્ણુભાઈને બતાવ્યું. એ જોઈને વિષ્ણુભાઈ વિચારમાં પડી ગયા. અમલદારે પણ રજિસ્ટર જોયું. જાહેર થયેલું પરિણામ સાચું હતું. વિષ્ણુભાઈ બોલ્યા, “બરાબર છે. બીજે નંબરે આ છોકરો જ આવે
છે.'
ફરી મારું નામ બોલાયું. ઊભા થઇ, અમલદાર પાસે જઈ, તેમને પ્રણામ કરી મેં ઇનામનાં પુસ્તકો લીધાં. દર વર્ષ કરતાં આ વર્ષે ક્રમ જુદો આવ્યો એટલે વિદ્યાર્થીઓમાં પણ માંહોમાંહે વાતો થવા લાગી.
મેળાવડો પૂરો થયો. ઈનામ લઈ હું ઘરે આવ્યો મારા હરખનો પાર નહોતો. શ્રી માણિભદ્રવીરની માનતા ફળી. ઘરે આવીને રેવાબાને વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org