________________
શ્રી માણિભદ્રવીરની સહાય
૯૧ ભણવાનું વર્ષ પૂરું થયું અને પરીક્ષા પણ આવી પહોંચી. ત્રીજા ધોરણ સુધી વર્ગના શિક્ષકો જ પરીક્ષા લેતા. ચોથા ધોરણમાં વર્ગશિક્ષક ઉપરાંત હાઇસ્કૂલમાંથી શિક્ષકો પરીક્ષા લેવા આવતા. ચોથા ધોરણ પછી હાઈસ્કૂલમાં ભણવા જવાનું રહેતું. પ્રાથમિક શિક્ષણ મફત હતું એટલે અમારા કુટુંબ માટે આશીર્વાદરૂપ હતું. મારા દાદાને રૂના વેપારમાં મોટી નુકસાની આવી પડતાં અમારું કુટુંબ હાથેપગે થઈ ગયું હતું. કુટુંબના ગુજરાતની જ તકલીફ પડવા લાગી હતી, ત્યાં સંતાનોને ભણાવવા માટે પૈસા ક્યાંથી લાવવા? પિતાશ્રી કંઇક નોકરીધંધો મેળવવા માટે અવારનવાર બહારગામ જઈ પ્રયત્ન કરતા, પણ કંઈ મેળ પડતો નહિ.
ચોથા ધોરણનો મારો અભ્યાસ પૂરો થયો. પરીક્ષા પણ લેવાઈ ગઈ. કેટલીક પરીક્ષા સરકારી હાઈસ્કૂલના શિક્ષકોએ લીધી. વર્ષના અંતે જ્યારે પરિણામ જાહેર થવાનાં હોય ત્યારે ઝંડાબજારની નિશાળના ચોગાનમાં ચારે ધોરણના વિદ્યાર્થીઓ માટે ખાસ મેળાવડો થતો. વડોદરાથી કોઈક અમલદાર ઇનામવિતરણ માટે આવતા. શાળાના બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ મેળાવડામાં ઉપસ્થિત રહેતા. દરેક ધોરણમાં પહેલા ત્રણ નંબરે આવેલા વિદ્યાર્થીઓને ઈનામ અપાતાં. ઈનામમાં પુસ્તકો અપાતાં.
અમારા માટે આ પ્રમાણે મેળાવડો યોજવામાં આવ્યો હતો. પહેલા, બીજા અને ત્રીજા ધોરણના પહેલા ત્રણ વિદ્યાર્થીઓના નામ અનુક્રમે બોલાયાં. દરેક વિદ્યાર્થી ઊભો થઇ, સરકારી અમલદરાના હાથે ઈનામ લઈ બેસી જાય. એ દિવસોમાં વિદ્યાર્થીનું આખું નામ (લાલ, દાસ. ચંદ, ચંદ્ર વગેરે સહિત) અને એના પિતાશ્રીનું નામ બોલવાનો રિવાજ હતો. અટક બોલવાનો રિવાજ નહોતો. શાળાના મુનીમ એક નોટબુકમાં નામો લખીને લાવ્યા હતા. ત્રણ ધોરણનાં નામો પૂરાં થયાં. હવે ચોથા ધોરણનાં નામો શરૂ થયાં. પહેલું નામ ધાર્યા પ્રમાણે જ હતું. બીજું નામ બોલાયું:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org