________________
૯૦
સાંપ્રત સહચિંતન -- ભાગ ૯
કેમ એમ ક્યું?' “પહેલે નંબરે તો શરદ જ આવવાનો, એના કાકા માસ્તર છે એટલે. પછી મને ક્યાંથી પહેલો નંબર મળે? એટલે બીજો નંબર માંગ્યો.”
સારું. તો હવે કાલથી રોજ બીજો નંબર જ માગજે. ઘડીકમાં પહેલો અને ઘડીકમાં બીજો એમ ન કરાય.”
મારે ત્રીજા નંબરમાંથી બીજા નંબરે આવવાનું હતું. આમ જોઈએ તો ફક્ત એક જ નંબર ઉપર ચડવાનું હતું. પણ મને એ સહેલું લાગતું ન હતું. ચોથી ચોપડીના અમારા વર્ગ શિક્ષક વિષ્ણુભાઈ જે રીતે શરદ અને મૂળચંદ પ્રત્યે પક્ષપાત દર્શાવતા એથી મારા બાળસહજ ચિત્તમાં એવું ઠસી ગયું હતું કે મને કોઈ દિવસ પહેલો કે બીજો નંબર મળે જ નહિ, પણ માતાના આગ્રહથી રોજેરોજ દીવો કરવાનું ચાલુ થઈ ગયું હતું.
રોજ સવારે રેવાબા એક વાટકીમાં ગરમ ઘીમાં પલાળેલી વાટ તૈયાર કરી આપે. હું નવધરીમાં શ્રી માણિભદ્રવીરના સ્થાનકમાં જાઉં. નવેક વર્ષની મારી ઉંમર હતી. હું નાનો હતો એટલે બારણાંની સાંકળ સુધી મારો હાથ પહોંચતો નહિ. હું બારણામાં અધવચ્ચે લટકતાં બે કડાં પકડીને બારણા ઉપર ચડતો અને એક હાથે સાંકળ ખોલતો. એમાં મને ઠીક ઠીક મહેનત પડતી. પડી ન જવાય એ માટે સાચવવું પડતું.
બાજુના મકાનમાં એક વડીલ રહે. તેઓને પણ શ્રી માણિભદ્રવીરમાં બહુશ્રદ્ધા હતી. બહાર ઓટલા પર તેઓ ક્યારેક બેઠા હોય. એક વખત સાંકળ ખોલતાં મને પડેલી મહેનત જોઈ તેઓ કહે, “અલ્યા, ઊભો રહે, તું નાનો છે. તને નહિ ફાવે. હું ખોલી આપું છું. એમણે સાંકળ ખોલી આપી. પછી એમણે જ્યારે જાણ્યું કે હું તો રોજ નિયમિત દીવો કરવા આવું છું એટલે એ સમયે તેઓ ઓટલા પર બેઠા જ હોય. મને નવધરીમાં દાખલ થતાં જુએ કે તરત સાંકળ ખોલી આપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org