________________
શ્રી માણિભદ્રવીરની સહાય
૮૯
આવતો. બીજે નંબરે મૂળચંદ નાનાલાલનામનો વિદ્યાર્થી આવતો. મારો નંબર ત્રીજો રહેતો. મને તેનાથી સંતોષ હતો એમ કહેવા કરતાં નંબર વિશેની એવી કોઈ સભાનતા મારા બાળસહજ મનમાં આવી નહોતી. એકંદરે તો ભણવા કરતાં રમવામાં અને રખડવામાં મને વધુ રસ પડતો.
અમારાં માતાપિતા અમારા અભ્યાસ માટે બહુ કાળજી રાખતાં. શાળામાં મારો ત્રીજો નંબર આવતો એથી અમારી માતા રેવાબાને બહુ સંતોષ નહોતો. તે કહેતી કે મારે પહેલો નંબર લાવવો જ જોઈએ. ત્રીજા ધોરણમાં મારો ત્રીજો નંબર આવ્યો ત્યારે એણે મને કહ્યું, “કેમ ફરીથી ત્રીજો નંબર આવ્યો? પહેલો નંબર આવવો જોઈએ.'
પણ પરીક્ષામાં બધું આવડે તો ને?' “કેમ ના આવડે? બધું બરાબર આવડે. માણિભદ્રવીરને રોજ દીવો કરવાની માનતા માને તો બધું જ આવડે અને પહેલો નંબર આવે જ.”
અમારા કુટુંબને અને તેમાં પણ મારી માતાને શ્રી માણિભદ્રવીરમાં ઘણી શ્રદ્ધા હતી. એણે મને કહ્યું અને મેં માનતા રાખવાનું સ્વીકાર્યું. એણે મને કહ્યું, “રોજ સવારે શાળાએ જતાં પહેલાં, નાહી ધોઇ, સ્વચ્છ કપડાં પહેરી, દવાની વાટ તૈયાર કરી સ્થાનકમાં લઈ જવી. ત્યાં દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવાની.”
બીજે દિવસે સવારે માતાએ દીવાની વાટતૈયાર કરી વાટકીમાં આપી. હું સ્થાનકે જઈ માનતા માની આવ્યો. ઘરે આવ્યો એટલે માતાએ પૂછ્યું, દીવો કરી આવ્યો?” “હા.” “બરાબર કહ્યું ને કે મને પહેલા નંબરે પાસ કરજો.” ના, મેં કહ્યું કે મને બીજા નંબરે પાસ કરજો.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org