________________
૩૪
સાંપ્રત સહચિંતન – ભાગ ૯
--
પાપની વ્યાખ્યા જુદી જુદી રીતે કરવામાં આવે છે, જેમકે અશુભં મ પાપમ્ । (અશુભ કર્મ તે પાપ છે), પાતત્તિ નરવારિધ્ધિતિ પાપમ્ (નરકાદિ દુર્ગતિમાં જે પાડે છે તે પાપ છે) અથવા પાસતિ પાતત્તિ વા પાપં । (જે જીવને બંધનમાં નાખે છે અથવા પાડે છે તે પાપ છે.)
હિંદુ ધર્મ પ્રમાણે બ્રહ્મહત્યા, સુરાપાન, ચોરી, ગુરુસ્ત્રીગમન એ ચારને મોટાં પાપ ગણવામાં આવ્યાં છે. મનુસ્મૃતિમાં લખ્યું છે
ब्रह्महत्या सुरापानं स्तेयं गुर्वंगनागमः ।
महान्ति पातकान्याहुः संसर्गश्चापि तै सहः ।।
હિંદુ ધર્મમાં અન્ય રીતે બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા, બાલહત્યા અને ગૌહત્યા એ ચારને મોટાં પાપ તરીકે ઓળખાવવામાં આવ્યાં છે. તો ‘નીતિવાક્યામૃત’માં તરત ફળ આપવાવાળાં ત્રણ મોટા પાપ તરીકે સ્વામિદ્રોહ, સ્ત્રીવધ અને બાલવધને ગણાવવામાં આવ્યાં છે. ત્રીની पातकानि सद्यः फलन्ति - स्वामिद्रोहः, स्त्रीवधो बालवधश्चेति ।
મનુસ્મૃતિમાં પાપના માનસિક, વાચિક અને કાયિક એમ ત્રણ મુખ્ય પ્રકાર બતાવી, એવાં મુખ્ય પાપો નીચે પ્રમાણે ગણાવવામાં આવ્યાં છેઃ परद्रव्येष्वभिध्यानं मनसानिष्टचिन्तनम् ।
वितथाभिनिवेशश्च त्रिविधं कर्म मानसम् ॥
(પારકું દ્રવ્ય પડાવી લેવાનો વિચાર, મનથી અનિષ્ટનું ચિંતન અને મિથ્યા અભિનિવેશ એ ત્રણ માનસિક પાપકર્મ છે.)
पारुष्यमनृतं चैव पैशुन्यं चापि सर्वशः । असंबद्धप्रलापश्च वाङ्मयं स्याच्चतुर्विधम् ॥
(કઠોર વચન, અસત્ય, ચાડીચુગલી, અસંબદ્ધ પ્રલાપ એટલે કે બકવાદ એમ વાચિક પાપ ચાર પ્રકારનું છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org