________________
आयंकदंसी न करेइ पावं।
-- ભગવાન મહાવીર (આતંકદર્શી પપ કરતો નથી)
ભગવાન મહાવીરે કહ્યું છે કે માયાવંસી રે પાવા (આચારાંગ સૂત્ર ૧/૩/૨). અર્થાત્ આતંકદર્શી પાપ કરતો નથી. પ્રાકૃત માર્યા શબ્દનો સંસ્કૃત શબ્દ છે મતિ. આજકાલ આતંક શબ્દ બહુ વપરાય છે, કારણ કે વર્તમાન સમયમાં આતંકવાદી પ્રવૃત્તિઓ દુનિયાભરમાં પ્રસરી ગઈ છે.
આતંક શબ્દનો અર્થ થાય છે ભય, ત્રાસ, અત્યાચાર, દુ:ખ, પીડા, રોગ વગેરે. આતંકદ એટલે દુઃખના સ્વરૂપને જાણનારો, સમજનારો.
દુનિયામાં આતંકવાદીઓ ઘણા છે, આતંકદર્શીઓ બહુ ઓછા છે. - આતંકવાદીઓ ઘોર પાપની પ્રવૃત્તિ ચલાવે છે. આતંકદર્શીઓ પાપ કરતા નથી; પાપ કેમ થાય છે અને તેનાં કેવાં કેવાં માઠાં ભયંકર પરિણામો આવે છે તે એ સમજે છે. એટલે તેઓ પાપ કરતાં અટકી જાય છે
જગતમાં પુણ્ય અને પાપની ઘટમાળ સતત ચાલતી રહે છે. શુભાશુભ કર્મ બંધાતાં રહે છે. એ કર્મોનાં ફળરૂપે માણસને સુખદુઃખ ભોગવવાં પડે છે. એ વખતે ફરીથી પાછાં નવાં કર્મ બંધાય છે. એક ક્ષણ પણ એવી જતી નથી કે જ્યારે મન, વચન અને કાયાથી કોઈ ને કોઈ કર્મ બંધાતું ન હોય. પરંતુ સાચા મુમુક્ષુ જીવો નવાં ભારે કર્મ ઓછાં બાંધે છે અને જૂનાં કર્મો ખપાવતા જાય છે. એ જ ભવમાં મુક્તિ મેળવનારા જીવોનાં કર્મો ઉત્તરોત્તર ક્ષીણ થતાં જાય છે અને નવાં કર્મો હળવા પ્રકારનાં અને નહિવત્ બંધાય છે, પરંતુ મિથ્યાત્વના ગાઢ અંધકારમાં સપડાયેલા જીવો તો સતત નાનાંમોટાં પાપ કરતા રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org