________________
સાંપ્રત સહચિંતન -- ભાગ૯ ભોજનશાળામાં ભોજન કરી લગભગ સવાસો કિલોમીટરનું અંતર કાપી અને સૂર્યાસ્ત પહેલાં દેવલાલી પાછા આવી ગયા.
માંગતુંગીની યાત્રાનું સ્વપ્ન ઘણાં વર્ષે પણ અનાયાસ ઉદ્ઘાસપૂર્વક સફળ થયું એ જ અમારે માટે તો અત્યંત સંતોષની વાત હતી.
માંગતુંગીમાં કાર્તિકી પૂનમનો ઘણો મોટો મહિમા છે. એ દિવસે અહીં હજારો યાત્રિકો આવે છે. અહીં મેળો ભરાય છે. યાત્રિકોમાં કાર્તિકી પૂનમને દિવસે પહાડ ઉપર જઈ શ્રીફળ વધેરવાનો રિવાજ જૂના વખતથી ચાલ્યો આવે છે. જૂના વખતમાં અહીં એટલાં બધાં શ્રીફળ વધેરાતાં કે અતિશયોક્તિ કરીને એમ કહેવાતું કે કાર્તિકી પૂનમના દિવસે પહાડ ઉપરથી નાળિયેરનાં પાણીની નદી વહે છે.
આ તીર્થનો મહિમા આજે પણ એવો છે કે આસપાસના વિસ્તારોમાંથી જૈન-અજૈન એવી કેટલીયે મંડળીઓ પગપાળા જાત્રા કરવા આવે છે. કેટલાકને માંગતુંગીના ચમત્કારિક અનુભવો થયાની કિંવદન્તિઓ પણ પ્રચલિત છે. માંગતુંગી તીર્થની પૂજાની કાવ્યમય રચનાઓ પણ થઈ છે. અષ્ટકો, જયમાલા વગેરે સંસ્કૃત તથા હિંદીમાં લખાયાં છે. માંગતુંગીની આરાધના માટે જુદા જુદા મંત્ર પણ છે, જેનો જાપ આજે પણ ભક્તો અહીં આવીને કરે છે.
માંગતુંગી એક અલ્પપરિચિત પણ બહુપ્રાચીન અને ઘણું મહિમાવંતુ તીર્થ છે, સિદ્ધક્ષેત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org