________________
માંગી-તુંગી
૩૧
તુંગીગિરિમાં ત્રણ ગુફા મંદિરો છે. એમાં મુખ્ય શ્રી રામગુફા તથા શ્રી ચન્દ્રપ્રભુની ગુફા છે. શ્રી રામગુફામાં શ્રી રામ, હનુમાનજી, સુગ્રીવ, સુડીલ, ગવાલ, નીલ, મહાનલ વગેરેની પદ્માસનમાં ધ્યાનસ્થ પ્રતિમાઓ છે. જો કહેવામાં ન આવ્યું હોય તો જોનારને આ પ્રતિમાઓ તે જિનપ્રતિમાઓ છે એવું ઉતાવળે ઉપલક દષ્ટિએ લાગવાનો સંભવ છે. આ શિખરની પરિક્રમામાં પાછળના ભાગમાં શ્રી આદિનાથ, શ્રી શાન્તિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામીની એમ પાંચ મુખ્યતીર્થકરોની લાંછન સહિત ખગાસનમાં ચારેક ફૂટ ઊંચી અખંડ અને સુરેખ પ્રતિમાઓ હારબંધ છે. એ અદ્યતનકાળમાં બનાવાઈ હોય એવી ભાસે છે.
માંગીગિરિની જેમ તુંગી ગિરિમાં પણ પરિક્રમા માટે કેડી કંડારેલી છે. આ પરિક્રમા આશરે ૧૩૦૦ ફૂટ જેટલી છે અને તે માંગીગિરિ કરતાં સહેજ કઠિન છે.
તુંગીગિરિ એટલે પહાડ પર આવેલી લગભગ પોણોસો ફૂટ પહોળી અને લગભગ ત્રણસો ફૂટ લાંબી એવી લંબવર્તુળાકાર લગભગ, પોણા ત્રણસો ફૂટ ઊંચી એક જ શિલા. એના ઉપર ચડી શકાતું નથી. કેટલાંક વર્ષ પહેલાં કોઈક ચયાનો ઉલ્લેખ છે અને ચડનારે ઉપર ભગવાનનાં પગલાં નિહાળ્યાં હતાં એવો પણ ઉલ્લેખ છે. એ વિશે વધુ સંશોધન કરવાની આવશ્યક્તા છે. આ ચૂલિકાની ટોચ પર જઈ શકાય એવી રીતે જો વર્તુળાકાર પગથિયાં બનાવવામાં આવે તો ઉપરનું દશ્ય ખરેખર અદ્દભુત બની શકે એમ છે. વળી ત્યાં જિનાલય જેવી રચના જો થાય તો એનો મહિમા ઘણો વધી જાય એમ છે.
જાત્રા કરી અમે પાછા ફર્યા. ડોળીવાળાએ અમારે માટે શ્રમ ઉઠાવ્યો હતો એથી પ્રસન્ન થઈને શ્રી જગદીશભાઇએ તે દરેકને એમના ઠરાવેલા દર ઉપરાંત દસ દસ કિલો બાજરો અપાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org